________________
સૂચિ લાંબી છે. છતાં પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિ, સાધ્વી મૃગાવતી, ઈલાચિપુત્ર, કપિલ કેવલી, કુરગડુ મુનિ, માષતુષ મુનિ, સાધ્વી પુણ્યચૂલા, અષ્ટાપદ પર્વત ઉપર ૧૫૦૦ તાપસો, સ્કંધકસૂરિના ૫૦૦ શિષ્ય, ચંડરુદ્રાચાર્યનો શિષ્ય - કેટલાયને મોક્ષ મળ્યો. કેટલાયને સ્વર્ગ મળ્યું. અને પેલો દેડકો - જે ભગવાન મહાવીરને વંદના કરવા જતો હતો અને ઘોડાના પગ નીચે કચડાઈને મૃત્યુ પામ્યો - તો શુભ ભાવમાં મરીને દેવ થયો. ભગવાન ઋષભદેવની માતા મરુદેવાને હાથી ઉપર બેઠાં બેઠાં જ ભાવધર્મથી જ કેવળજ્ઞાન મળ્યું અને મોક્ષ મળ્યો. આજે હું મરુદેવા માતાનો વૃત્તાંત કહીશ.
ભગવાન ઋષભદેવ ચારિત્ર લઈને ચાલ્યા ગયા. ભરત, બાહુબલી વગેરે ૧૦૦ પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. મરુદેવાને ઋષભદેવ ઉપર અત્યંત સ્નેહ હતો. ૠષભદેવની દીક્ષા પછી મરુદેવા માતા પ્રતિદિન કલ્પાંત કરતી હતી, ભરતને ઠપકો આપતી રહી. આ પ્રસંગ શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ લખેલાં કાવ્યમાં સાંભળો - એક દિન મરુદેવા આઈ, કહે ભરતને અવસર પાઈ રે, સુણો પ્રેમ ધરી. મારો રીખવ ગયો કેઈ દેશે, કેઈ વારે મુજને મળશે ?...સુણો. તું તો ષટ્યૂડ પૃથ્વી માણે, મારા સુતનું દુઃખ ન જાણે...સુણો. તું ચામર છત્ર ધરાવે, મારો રીખવ પંથે જાવે રે...સુણો, તું તો સ૨સ ભોજન આસી, મારો રીખવ નિત્ય ઉપવાસી...સુણો. તું તો મહેલોમાં સુખ વિલસે, મારો અંગજ ધરતી ફરસે...સુણો. તું તો સ્વજન-કુટુંબમાં મ્હાલે, મારો રીખવ એકલડો ચાલે...સુણો, તું તો વિષય તણાં સુખ સોર્ચ, મારા સૂતની વાત ન પૂછે .. સુણો એમ કહેતાં મરુદેવા વયણે સુજલ લાવ્યાં નયણે...સુણો. એમ સહસ વરસને અંતે લહ્યું કેવલ શ્રી ભગવંતે...સુણો. આ રીતે તે એક હજાર વર્ષ વિલાપ કરતાં રહ્યાં. એમની આંખો ઉપર ઝાંખ પડી ગઈ. જાળાં બાઝી ગયાં. ભરત પણ દાદીનો વિલાપ સાંભળી શૂન્યમનસ્ક થઈ જાય છે. તેની આંખો પણ ભરાઈ આવી અને તેણે દાદીને આશ્વાસન આપતાં કહ્યું કે “દાદી, આપનો ઋષભ અહીં અવશ્ય આવશે.” પરંતુ રોજરોજ આ પ્રકારનાં આશ્વાસન મનુષ્યની શ્રદ્ધાને હલાવી નાખે છે.
એક હજાર વર્ષ પછી ભગવાન ઋષભદેવને કેવળજ્ઞાન થયું અને તે વિનીતા નગરીમાં પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. ભરતે મરુદેવા માતાને કહ્યું ઃ
:
હવે ભરત ભણે સુણો આઈ, સુત દેખી કરો વધાઈ રે...સુણો. આઈ ગજ ખંધે બેસાડ્યાં, સુત મલવાને પાઉ પધાર્યા...સુણો. ‘મા, આપનો પુત્રવિનીંતા નગરીમાં પધાર્યા છે, એમને જુઓ અને સ્વાગત કરો.’ ધર્મપ્રભાવ ભાવના
૨૫૩