________________
कान्तारं न यथेतरो ज्वलयितुं, दक्षो दावाग्निं विना दावाग्निं न यथापरः शमयितुं शक्यो विनाम्भोधरम् । निष्णातः पवनं विना निरसितुं नान्यो यथाम्भोधरं,
कौघं तपसा विना किमपरो हन्तुं समर्थस्तथा ॥ જેમ જંગલને સળગાવવા-બાળવા માટે દાવાનળ સિવાય બીજો કોઈ ઉપાય નથી, દાવાનળને બુઝાવવા માટે વર્ષા સિવાય અન્ય ઉપાય નથી, વાદળોને વિખેરવા માટે પવન વગર અન્ય ઉપાય નથી, એ રીતે કર્મોનો ક્ષય કરવા માટે તપ વગર બીજો કોઈ ઉપાય નથી.
सन्तोष स्थूलमूलः प्रशमपरिकरस्कंधबन्धप्रपंच, पञ्चाक्षीरोधशाखः स्फुरदभयदलः शीलसंपत्प्रवालः । श्रद्धाम्भःपूरसेकाद्विपुलकुलबलैश्वर्य सौन्दर्यभोगस्वर्गादिप्राप्तिपुष्पः शिवपदफलदः स्यात्तपः कल्पवृक्षः ॥ તપ કલ્પવૃક્ષ છે, તેનું દ્રઢમૂળ છે સંતોષ, એની વિસ્તૃત ઘટા છે શાંતિ, એની શાખાઓ છે ઈન્દ્રિયનિરોધ, એનાં સુંદર પાન છે અભયદાન; એના પલ્લવ છે શીલસંપત્તિ, તેનાં પુષ્પો છે શ્રદ્ધારૂપ જલસિંચનથી પ્રફુલ્લિત વિસ્તીર્ણ કુલ, બલ, ઐશ્વર્ય, સૌન્દર્યથી ભરપૂર સ્વર્ગ. આવું તપ કલ્પવૃક્ષ-મોક્ષસુખ આપનાર છે.
તમે લોકો તપધર્મના વિષયમાં આ ચારે શ્લોકોના અર્થ-ચિંતન-મનન કરતા રહેજો. હવે ભાવધર્મની બાબતમાં ચિંતન કરું છું. ભાવધર્મ: ચાર પ્રકારના ધમમાં ભાવધર્મની શ્રેષ્ઠતા બતાવી છે. भावच्चिय परमत्थो भावो धम्मस्स साहगो भणियो । सम्मत्तस्य वि बीअं. भावच्चिय बिंति जगगुरुणो ॥ ભાવ જ સાચો પરમાર્થ છે. ભાવ જ ધર્મસાધનામાં સહાયક છે. ભાવથી જ સમ્યક્ત ઉત્પન્ન થાય છે. એવું ત્રિભુવનગુરુ શ્રી તીર્થકર ભગવાન કહે છે.
मुक्खसुहबीयभूओ जीवाण सुहावहो भावो । ભાવ મોક્ષસુખના બીજ સ્વરૂપ છે અને ભાવ જ જીવોને માટે સુખદાયી છે. મરૂદેવા માતા - ભાવથી મુક્તિઃ
દુનિયામાં કોઈને ય માટે ભાવ વગર આમ તો મંત્ર, તંત્ર, ઔષધ અને દેવી સાધના પણ સફળ થતી નથી. ભાવથી જ મુક્તિ પામનારા ઉત્તમ જીવોની યાદી
૨૫૨
શાન્ત સુધારસ : ભાગ ૨