________________
હાથી ઉપર પાલખી સજાવી અને માને બેસાડીને ભરત સમવસરણમાં આવ્યા. મા પૂછે છે -
કહે એ અપૂરવ વાજાં કિહાં વાગે છે એહ તાજો રે સુણો. તવ ભરત કહે સુણો આઈ, એ તુમ સુતની ઠકુરાઈ રે...સુણો.
તુમ સુતરી સિદ્ધિ આગે. તૃણ તોલે સુરનર બેહની રે.સુણો. ભરતને માએ પૂછ્યું: ‘આવાં અપૂર્વ વાજાં ક્યાં વાગી રહ્યાં છે? ભરતે જવાબ આપ્યો: ‘મા, આ જ તો આપના પુત્રનું પુણ્ય સામ્રાજ્ય છે! આપના પુત્રની રિદ્ધિસિદ્ધિ આગળ દેવ, દેવેન્દ્ર અને ચક્રવર્તીની રિદ્ધિ તૃણ સમાન છે.' આ સાંભળીને મદેવા માતા હર્ષવિભોર થઈ ગયાં અને હર્ષના આંસુથી આંખ ઉપર જે પડળ પડી ગયાં હતાં તે દૂર થઈ ગયાં. તેમણે સમવસરણને જોયો, તેમાં પોતાના પુત્રને જોયો...પુત્ર-ઋષભદેવે માતાને બોલાવી પણ નહીં. કુશળ - સમાચાર પણ ન * પૂછ્યા. માતાને પારાવાર દુઃખ થયું. કવિ રિખવે આ પ્રસંગને પોતાના કાવ્યમાં હૃદયસ્પર્શી ભાષામાં ગાયો છે - તુજ સાથે નહીં બોલું રે રિખવજી
તેં મુજને વિસારી જી. અનંત જ્ઞાનની તું રિદ્ધિ પામ્યો
તો જનની નસંભાલી જી તુજ સાથે. “હે રિખવ તું મને ભૂલી ગયો, હું તારી સાથે નહીં બોલું. પુત્ર, તેં અનંત જ્ઞાનની રિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. પરંતુ તેં જનનીને યાદ પણ ન કરી. હું તારી સાથે નહીં બોલું.' મુજને મોહ હતો, તુજ ઉપરે.
ઋષભ ઋષભ કરી જપતી'તી. અન્ન ઉદક મુજને નવિ રુચતું
તુજ મુખ જોવા તલપતી'તી...તુજ સાથે. “હે વત્સ, મને તારા ઉપર મોહ હતો. તારું નામ જપતી રહેતી હતી. મને અન્ન અને પાણીય ભાવતાં ન હતાં. તારું મુખ જોવા માટે હું તડપતી હતી. તું બેઠો શિર છત્ર ધરાવે
સેવે સુરનર કોડી છે તો જનનીને કેમ સંભારે
જોઈ જોઈ પ્રીતિ તારી જી તુજ સાથે. - “હે પુત્ર, તું શિર ઉપર છત્ર ધારણ કરીને બેઠો છે. કરોડો દેવો અને મનુષ્યો તારી સેવા કરે છે. તો પછી તને તારી જનની કેવી રીતે યાદ આવે? જોઈ લીધી તારી પ્રીતિ, મારા પ્રત્યે તારી કોઈ પ્રીતિ નથી.”
શાન્ત સુધારસઃ ભાગ ૨ |
૨૫૪