________________
લગાવીને બેઠેલા સાધક ઉપર જો કદાચ ભયનો પ્રસંગ આવી જાય, તો એને અકંપિત ભાવથી જીતવો અથવા આસનથી વ્યુત-પતિત ન થવું જોઈએ.
શય્યા : કોમળ યા કઠોર, ઊંચી યા નીચી - ગમે તેવી જગા સહજ ભાવથી મળે ત્યાં સમભાવપૂર્વક શયન કરવું.
આક્રોશ : કોઈ પાસે આવીને કઠોર યા અપ્રિય વચનો કહે, તો પણ એ
સમભાવથી સાંભળવાં, રોષ ન કરવો.
વધ ઃ કોઈના દ્વારા મારઝૂડ કરવામાં આવે છતાં એને સમતાથી સહન કરનારને ‘કર્મનિર્જરામાં ઉપકારી' સમજવાં.
યાચના : દીનતા યા અભિમાન ન રાખતાં સહજ ધર્મયાત્રાને ચલાવવા યાચકવૃત્તિ સ્વીકારવી.
અલાભ ઃ યાચના કરવા છતાં પણ જો અભીષ્ટ વસ્તુ ન મળે તો પ્રાપ્તિને સ્થાને અપ્રાપ્તિને જ સાચું તપ માનીને સંતોષ રાખવો.
રોગ : વ્યાકુળ થયા સિવાય કોઈ પણ રોગને સહન કરવો.
તૃણસ્પર્શ : સંથારામાં યા અન્યત્ર તૃણ આદિની તીક્ષ્ણતા અથવા કઠોરતા અનુભવાય તો મૃદુશય્યા જેવી પ્રસન્નતા રાખવી.
મલ : શારીરિક મેલ ભલેને ગમે તેટલો હોય, તો પણ એનાથી ઉદ્વિગ્ન થવું નહીં અને સ્નાન આદિ સંસ્કારોની ઇચ્છા ન કરવી.
ન
સત્કાર ઃ ગમે તેટલો સત્કાર મળે છતાં પણ એનાથી પ્રસન્ન ન થવું અને સત્કાર ન મળતાં ખિન્ન ન થવું.
પ્રજ્ઞા : ચમત્કારિણી બુદ્ધિ હોવા છતાં પણ એનો ગર્વ ન કરવો અને એવી બુદ્ધિ ન હોવાનો ખેદ ન કરવો.
.
અજ્ઞાન: વિશિષ્ટ શાસ્ત્રજ્ઞાનથી ગર્વિત ન થવું અને એના અભાવે આત્મહીનતાનો ભાવ ન રાખવો.
અદર્શન ઃ સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થોનું દર્શન ન થતાં વિવેકપૂર્વક શ્રદ્ધા રાખવી અને પ્રસન્ન રહેવું.
આ રીતે તમને લોકોને સંક્ષેપમાં ૨૨ પરીષહોનું સ્વરૂપ બતાવ્યું. કર્મીનર્જરામાં સમભાવથી પરીષહોને સહન કરવા ખૂબ જ આવશ્યક છે. હવે પાંચ ચારિત્રોનો સંક્ષેપમાં સ્વરૂપ પરિચય કરાવું છું.
પાંચ ચારિત્ર :
પાંચ ચારિત્રોનાં નામ આ પ્રમાણે છે :
૧૫૦
શાન્તસુધારસ : ભાગ ૨