________________
અદ્ભુત પ્રભાવો ઉપર આપણો આત્મા મુગ્ધ બની જાય, તો કોઈ વાર ‘બોધિ’ની દુર્લભતા દિલને ડોલાવી દે !! કોઈ વાર મન સિદ્ધશિલાની સફરે ચાલ્યું જાય અને સિદ્ધશિલા પર શુદ્ધ, બુદ્ધ એવું મુક્ત બનીને બેઠેલા ૫૨મ-આત્માઓનો પરિચય કરવા લાગી જાય.
આવું કરતા રહો, આવું વિચારતા રહો, એવું જ બોલો, શરીરથી આવું જ આચરણ કરો. આખરે એક ને એક દિવસે તો સફળતા આપણા કદમોમાં ઝૂકી જશે જ. વૈરાગ્યનો રંગ, વસંતનો એવો સદાબહાર રંગ બની જશે કે જે ન તો કદી ફિક્કો પડી શકે કે ન કદી ઊતરી જાય. એવા જ વૈરાગ્યરંગથી આપણે આપણી જાતને રંગવાની છે !
‘ઉપશમ ભાવ’ અને ‘વૈરાગ્ય'નું આટલું વિવેચન કરીને આપણે હવે આગળ વધીએ છીએ.
आर्तं रौद्रं ध्यानं मार्जय, दह विकल्परचनाऽनायम् ।
यदियमरुद्धा मानसवीथी तत्त्वविदः पन्थानाऽयम् ॥ ४ ॥ વિકલ્પોની જાળને સળગાવીને આર્ત-રૌદ્રધ્યાનને પૂરી રીતે સાફ કરી દો. તત્ત્વના અર્થીજનો માટે માનસિક વિકલ્પોને જન્માવનાર રસ્તો યોગ્ય નથી.
શું તમે તત્ત્વના અર્થી છો ? :
આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મનને બચાવવાની વાત અહીં ૫૨મ તત્ત્વના ઇચ્છુક જીવાત્મા માટે છે. એક વાત સમજી લો કે તત્ત્વના અર્થી જીવો તત્ત્વદૃષ્ટિવાળા હોય છે અને તત્ત્વવૃષ્ટિ વાસનાઓને નિર્મૂળ કરનારી તીક્ષ્ણ હોય છે. આપણે આપણી સૃષ્ટિને તાત્ત્વિક બનાવવાની છે. અર્થાત્ વિશ્વના પદાર્થોનું દર્શન તાત્ત્વિક દૃષ્ટિથી કરવાનું છે. તાત્ત્વિક દૃષ્ટિથી કરવામાં આવેલા પદાર્થદર્શનમાં રાગદ્વેષ નથી હોતાં, અસત્ય નથી હોતું.
ચર્મચક્ષુવાળો જીવ પદાર્થનું બાહ્ય સૌન્દર્ય નિહાળીને મોહિત થઈ જાય છે, મુગ્ધ થઈ જાય છે. ચર્મચક્ષુ (બાહ્યદૃષ્ટિ) રાગદ્વેષના વિકલ્પોનું કારણ બની જાય છે અને આર્ત-રૌદ્રધ્યાન પણ ચર્મચક્ષુથી પેદા થાય છે. ચર્મચક્ષુથી સંસારમાર્ગનું દર્શન થાય છે, એનાથી મોક્ષમાર્ગનું દર્શન થઈ શકતું નથી. મોક્ષમાર્ગના દર્શન માટે તાત્ત્વિક દૃષ્ટિની આવશ્યકતા પડે છે.
અરૂપી તાત્ત્વિક દૃષ્ટિથી અરૂપી આત્માનાં દર્શન થાય છે. અરૂપીનું દર્શન અરૂપી અને ચર્મદૃષ્ટિથી પુદ્ગલનું દર્શન થાય છે. વિકલ્પોની જાળનું ઉચ્છેદન કરો :
વિકલ્પોની જાળ ભેદવી, એ સરળ કામ નથી. પ્રિય વ્યક્તિ યા પ્રિય વસ્તુનો
શાન્તસુધારસ : ભાગ ૨
૧૭૬