________________
વિયોગ થતાં અપાર વિકલ્પો હૃદયમાં ઊભરાય છે. એ રીતે અપ્રિયનો સંયોગ થતાં પણ અસંખ્ય વિકલ્પો ઊભરાય છે. પ્રિયનો સંયોગ થતાં રતિ-હર્ષજન્ય વિકલ્પધારા વહે છે, તો અનિષ્ટનો વિયોગ થતાં પણ આનંદના વિકલ્પો ઊછળતા રહે છે. આ વિકલ્પોને દૂર કરવાના છે. માધ્યસ્થ ભાવ ધારણ કરવાનો છે. ઈષ્ટ વિયોગમાં સંકલ્પ-વિકલ્પ:
જ્યારે સગર ચક્રવર્તીના ૬૦ હજાર પુત્રો અષ્ટાપદજીની રક્ષા કરતાં મય - નાગદેવતાએ બાળી નાખ્યા, તો આ સમાચાર જ્યારે સગર ચક્રવર્તીને મળ્યા, ત્યારે તે સ્તબ્ધ થઈ ગયા, મૂચ્છિત થઈ ગયા અને કરુણ વિલાપ કરવા લાગ્યા. ૬૦ હજાર પુત્રોની માતાઓની સ્થિતિ કેવી થઈ હશે? રડવું-કલ્પાંત કરવું અને છેવટે વારંવાર મૂચ્છિત થવું !
સગર ચક્રવર્તી રુદન અને આક્રોશ કરવા લાગ્યા. પોતાના પુત્રોને બાળનાર નાગેન્દ્ર વનપ્રભનો પણ તીવ્ર તિરસ્કાર કરવા લાગ્યા. પોતે ૧૪ રત્નોને પણ નિંદવા લાગ્યા. પોતાના સેનાપતિઓને યઠપકો આપવા લાગ્યા, “સર્વવિનાશ થઈ ગયો. હવે હું શું કરું? એ જ્વલનપ્રભ નાગને મારી નાખું તો પણ મારા પુત્રો તો જીવતા થવાના નથી. હવે આ પખંડ રાજ્યને પણ શું કરવાનું?”
પ્રિયના વિયોગમાં કંદન, રુદન, નિઃશ્વાસ વગેરે થાય છે, તો એ બધા જ વિકલ્પો છે. એ વિકલ્પોનો નાશ જ્ઞાની પુરુષો જ કરી શકે છે. એક વાર તો શાસ્ત્રજ્ઞ પુરુષ પણ પ્રિય વિયોગમાં વિહવળ અને વેદનાગ્રસ્ત બની જાય છે. પ્રિયાપ્રિયની કલ્પનાને નષ્ટ કરવી સરળ નથી. અનિષ્ટના સંયોગમાં સંકલ્પઃ
રાવણ જ્યારે સીતાનું અપહરણ કરીને લંકામાં લઈ ગયો, તો એણે સીતાને દેવરમણ’ ઉદ્યાનમાં રાખ્યાં. કેટલાક દિવસો પછી રાવણના કહેવાથી મંદોદરીરાવણની પટરાણી સીતાની પાસે આવીને તેણે સીતાને કહ્યું: “હું મંદોદરી - રાવણની પટરાણી છું, પરંતુ હું તારી દાસી બનીને રહીશ. એટલા માટે દેવી, રાવણને પસંદ કરો. તને ધન્યવાદ છે કે વિશ્વ માટે સેવા યોગ્ય ચરણ કમળવાળા મારા બળવાન પતિએ તને પસંદ કરી છે - તને ચાહે છે. રાવણ જેવો પતિ મળી જાય તો રંક, પદયાત્રી જેવા તાપસ રામનું શું પ્રયોજન છે?”
મંદોદરીનાં વચનો સાંભળીને સીતાજી લાલઘૂમ થઈ ગયાં અને બોલ્યાં “સિંહ ક્યાં અને કૂતરા ક્યાં? ગરુડ ક્યાં અને કાકપક્ષી ક્યાં? એ રીતે તારો પતિ રાવણ ક્યાં અને મારા પતિ રામ ક્યાં?” સીતા મંદોદરીને ધિક્કારે છે. એટલામાં રાવણ આવે છે અને કહે છે, “તું શા માટે મંદોદરી ઉપર ક્રોધ કરે છે? મંદોદરી તારી દાસી
સંવર ભાવના.
૧૭૭