________________
અને હું તારો દાસ છું, એટલા માટે તું મારા પર પ્રસન્ન થા.”
સીતાએ રાવણને ય ધૂત્કાર્યો, “અરે દુષ્ટ, રામની પત્ની સીતાનું અપહરણ કરવાથી યમરાજે તારા ઉપર કૂરદ્રષ્ટિ કરી છે. હે કાયર અને હતાશ રાવણ ! તારી આશાને ધિકકાર છે. શત્રુઓના કાળસ્વરૂપ લક્ષ્મણની સાથે રામ અહીં આવશે, તું કેટલું જીવીશ?”
રાવણ સીતાજીની સંમતિ વગર - અનુમતિ વગર તેમને સ્પર્શ કરી શકતો ન હતો. તે પ્રતિજ્ઞાબદ્ધ હતો છતાં પણ રાતભર તેણે સીતાજી ઉપર ઉપસગ કર્યો. તે કામ અને ક્રોધથી અંધ હતો ને ?
પરંતુ અનિષ્ટ સંયોગમાં સીતાજી અસંખ્ય વિકલ્પોની જાળમાં ફસાયાં હતાં, તો પણ તેમનું શીલ અને સત્ત્વ અદ્ભુત હતાં. તે બચી ગયાં. વિકલ્પોથી બચવા તેમણે નવકારનો સહારો લીધો હતો. અનિષ્ટના વિયોગમાં સંકલ્પ:
જ્યારે શ્રીરામ લંકા ગયા, યુદ્ધ કર્યું, લક્ષ્મણે રાવણનો વધ કર્યો. અને સીતાજી મુક્ત થયાં એ સમયે પણ સીતાજીનાં મનમાં ભવિષ્યના જીવન સંબંધી અનેક વિકલ્પો ઊડ્યા હશે. શ્રીરામનું મિલન, ઈષ્ટનો સંયોગ હતો. ઈષ્ટના સંયોગમાં પણ મનુષ્ય સુખના અનેક વિકલ્પો કરે છે. ઈષ્ટના સંયોગમાં સંકલ્પ :
જ્યારે શ્રીરામ લક્ષ્મણ આદિની સાથે સીતાને લઈને અયોધ્યામાં આવ્યા હતા ત્યારે અયોધ્યા-પ્રવેશ સમયે દિવ્ય - દેવી ઘોષણા થઈ હતી, “મહાસતી જયતુ’ - મહાસતી સીતાનો જય થાઓ. એટલે કે રાવણની લંકામાં રહેવા છતાં પણ સીતાનું સતીત્વ અખંડ રહ્યું હતું. દેવોએ પણ એ વાત અનુમોદિત કરી હતી. એ સમયે સીતાજીના મનમાં કેવાં કૅવાં સુખનાં સ્વપ્નો આવ્યાં હશે?
ઈષ્ટ પ્રાપ્તિમાં પ્રાયઃ હર્ષ થાય જ છે. હર્ષજનિત અનેક વિકલ્પો મનમાં ઉત્પન્ન થાય છે. લવ અને કુશ જેવાં પુત્રરત્નોની પ્રાપ્તિ થતાં સીતાજી કેવાં હર્ષવિભોર થયાં હશે? પરંતુ ઈષ્ટ સંયોગ સદેવ ટકતો નથી અને અનિષ્ટ સંયોગ પણ સદાકાળ ટકતો નથી. આ સંસાર પરિવર્તનશીલ છે. મનુષ્યના સુખદુઃખ પણ પરિવર્તનશીલ છે. એટલા માટે વિકલ્પોની જાળ ગૂંથવાની નથી, એમાં ગૂંચવાવાનું નથી.
તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિમાં સંસાર માત્ર એક નાટક જ છે. વાસ્તવિકતા કશું જ નથી, એટલા માટે આર્તધ્યાનજીનત વિકલ્પ અને રૌદ્રધ્યાનજનિત વિકલ્પોથી મનને બચાવી લેવું જોઈએ.
આજે બસ, આટલું જ.
૧૭૮
શાન્તસુધારસ : ભાગ ૨