________________
તારા જ પ્રભાવે સ્થિર રહે છે. વિશ્વની સ્થિતિના મૂળ સ્તંભરૂપ ધર્મને હું સવિનય નમસ્કાર કરું છું. ધર્મને સવિનય નમસ્કાર :
ગ્રંથકાર કહે છેઃ ધર્મના પ્રભાવથી જ વર્ષા થાય છે અને સૂર્ય-ચંદ્રનો ઉદય થાય છે. પૃથ્વીની સ્થિરતા પણ ધર્મના પ્રભાવથી જ છે. આ રીતે વિશ્વની સ્થિતિનો મૂળાધાર ધર્મ જ છે. એનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી વિશ્વમાં અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મ રહેશે; દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ રહેશે, ક્ષમા, નમ્રતા આદિ ૧૦ પ્રકારના ચારિત્રધર્મ રહેશે, ત્યાં સુધી પૃથ્વી સ્થિર રહેવાની છે. ત્યાં સુધી પાણીની વર્ષા થવાની છે અને સૂર્ય-ચંદ્રનો ઉદય થવાનો છે. આવા ધર્મને પ્રતિદિન નમસ્કાર કરતા રહો. ધર્મનો આ અપૂર્વ ઉપકાર છે આપણી ઉપર - સમગ્ર વિશ્વની પ્રજા ઉપર. ધર્મના ઉપકારને કદી ભૂલવો ન જોઈએ. ધર્મથી ભય-શોક દૂર :
ગ્રંથકાર કહે છે - ___ दानशीलशुभभावतपोमुख-चरितार्थीकृतलोक । - शरणस्मरणकृतामिह भविनां, दूरीकृतभयशोक, पालय.
ધર્મનું શરણ લેવું એટલે કે દાન, શીલ, તપ અને શુભ ભાવથી જીવનને કૃતાર્થ કરવું અને આપણા જીવનમાં જો ધર્મ આવી ગયો, તો સમજવું કે સર્વ ભય અને શોક દૂર થઈ ગયા! જ્યાં પ્રકાશ હોય છે ત્યાં અંધકાર રહેતો નથી. એ રીતે જ્યાં ધર્મ રહે છે ત્યાં ભય અને શોક રહેતા નથી.
જિનપાલિત અને જિનરક્ષિતને દેવી રત્નાદેવી કેટલા ભય બતાવે છે? પરંતુ એ બે ભાઈઓ યક્ષરાજને શરણે હતા, એમના મનમાં શુભ ભાવો હતા એટલે તેઓ ભયભીત ન થયા. તેમનાં મન વ્યાકુળ બન્યા નહીં. તેમને પૂર્ણ વિશ્વાસ હતો કે પોતાના વતન ચંપાનગરી પહોંચી જઈશું. રત્નાદેવીની પ્રપંચજાળ:
રત્નાદેવીએ વિચાર્યું - આ બે ભાઈઓ યક્ષની શરણાગતિમાં છે એટલા માટે ભયભીત થતા નથી. ભય બતાવવો વ્યર્થ છે. હવે હું સ્ત્રીચરિત્ર દેખાડું. તેણે પોતાની દૈવીશક્તિથી સોળ શણગાર સજી દીધા. અનુપમ રૂપ-સૌન્દર્ય બનાવી દીધું અને કરુણ સ્વરમાં બોલીઃ “હે નાથ ! મારા જીવન આધાર, આપ મને આમ દગો દઈને ક્યાં જાઓ છો? આપણા સુખભોગોને, આપણી ગાઢ પ્રીતિને યાદ કરો. તમારા વિયોગમાં હું કેટલી દુઃખી છુંએ તો જુઓ.” ધર્મપ્રભાવ ભાવના |
| ૨૭૩]