________________
રાખવું પડશે. ધર્મ - જગતનો આધાર ઃ
મહાભારતના શાન્તિપર્વમાં કહેવામાં આવ્યું છે કે -
धारणाद् धर्ममित्याहुः धर्मेण विधृता प्रजा ।
यः स्याद् धारणसंयुक्तः स धर्म इति निश्चितः ॥ સૌને ધારણ કરે છે એટલા માટે ધર્મ કહેવામાં આવે છે. ધર્મે જ તમામ પ્રજાઓને ધારણ કરી રાખી છે. એ જે ધારણયુક્ત હોય તે જ ધર્મ છે. આ રીતે ધર્મની બીજી પરિભાષા પણ છે -
दुर्गतौ प्रपतन्प्राणिनं धारयति इति धर्मः ।
દુર્ગતિમાં પડતા જીવને જે પડવા ન દે - પકડી રાખે-તે ધર્મ છે. ક્ષમાદિ અને અહિંસાદિ ધર્મને જે જીવનમાં ઉતારે છે એ દુર્ગતિમાં જતો નથી. ઘોર હિંસા કરનાર અર્જુન માલી દુર્ગતિમાં કેમ ન ગયો ? કારણ કે એણે સંયમધર્મની શરણાગતિ લઈ લીધી હતી. ધર્મ એનો આધાર બની ગયો હતો. એનો આત્મા ઊર્ધ્વગામી બની ગયો હતો.
ધર્મ - ધીર અને ગંભીર :
ધર્મને જીવનમાં ઉતારનાર મનુષ્ય ધીર જોઈએ, એટલે કે દૃઢ મનોબળવાળો જોઈએ. કારણ કે ધર્મ ગંભીર તત્ત્વ છે. કહેવામાં આવ્યું છે કે 'સૂક્ષ્મા ગતિધર્મસ્ય !' ધર્મની ગતિ અતિશય સૂક્ષ્મ છે. બીજી જગાએ પણ કહ્યું છે કે ‘ધર્મસ્ય તત્ત્વ નિહિત મુહાયામ્ ।' ધર્મનું તત્ત્વ કોઈ ગુફામાં છુપાયેલું પડ્યું છે. એટલે જ ધર્મ ગંભી૨ તત્ત્વ છે. ધર્મતત્ત્વને સમજવા માટે ગહન ચિંતન, મનન અને અનુપ્રેક્ષા કરતા રહેવું જોઈએ. ધર્મની સ્થૂળ વ્યાખ્યામાં ફસાવું ન જોઈએ. ધર્મનો વિશિષ્ટ પ્રભાવ બતાવતાં ગ્રંથકાર કહે છે -
सिञ्चति पयसा जलधरपटली, भूतलममृतमयेन । सूर्याच्चन्द्रमसावुदयेते, तव महिमातिशयेन, निरालम्बमियमसदाधारा, तिष्ठति वसुधा येन । तं विश्वस्थितिमूलस्तम्भम् त्वां सेवे विनयेन पालय. તારા પ્રભાવથી પાણી ભરેલી વાદળીઓ પૃથ્વીને સિંચે છે, આપ્લાવિત રાખે છે. સૂર્ય અને ચંદ્ર ઉદિત થાય છે, પ્રકાશે છે. કોઈ પણ પ્રકારના આધાર વગર આ પૃથ્વી
શાન્તસુધારસ : ભાગ ૨
૨૭૨
पालय.