________________
ગીત અને સંગીત - આ શ્રવણેન્દ્રિયનો પ્રિય, મનપસંદ વિષય છે. એ મનપસંદ વિષયમાં જ્યારે ભલુંભોળું હરણ લીન બને છે, સૂરોની રસમાધુરીમાં મસ્ત બનીને ડૂબકી લગાવે છે, ત્યારે ક્રૂર શિકારી એના પ્રાણ હરી લે છે.
હા, આ સંસાર પણ એવો જ છે. એક શ્રવણેન્દ્રિય પરવશતા હરણનો પ્રાણ લે છે, તો પછી મનુષ્ય? એ તો પાંચ ઈન્દ્રિયોને પરવશ છે! હે માનવ! જો એક ઇન્દ્રિયની. પરવશતા પણ મોતનું વાતાવરણ ઊભું કરી દેતી હોય તો પછી તારું શું થશે? તું તો પાંચે ય ઇન્દ્રિયોનો ગુલામ બની બેઠો છે. ઇન્દ્રિયો સદૈવ અતૃપ્તઃ
અસંખ્ય જડ-ચેતન વિષયોમાં ફેલાયેલી ઇન્દ્રિયોની લોલુપતા આ રીતે શાન્ત થશે જ નહીં. જેમ જેમ તમે એમને વિષયો આપતા જશો તેમ તેમ એમની અતૃપ્તિની તૃષા વધતી જ જશે. અગ્નિમાં લાકડાં અને ઘી નાખતા રહેવાથી તો તે વધારે તેજ બનશે, હોલવાશે નહીં! ઉપાધ્યાય યશોવિજયજીએ ‘જ્ઞાનસાર’માં કહ્યું છે? बिभेषि यदि संसाराद् मोक्षप्राप्तिं च काङ्क्षसि । ।
तदेन्द्रियजयं कर्तु, स्फोरय स्फार पौरुषम् ॥ જો તું સંસારમાંથી મુક્ત થવા ઇચ્છતો હોય અને મોક્ષપ્રાપ્તિની અભિલાષા રાખતો હોય, તો તારી ઈન્દ્રિયો પર વિજય પામવા માટે પ્રચંડ પુરુષાર્થ કર. .
આજે બસ, આટલું જ.
[૧૩૦ પ
. .
. શાન્તસુધારસ ભાગ ૨)