________________
એ દીવાની જ્યોતમાં આપણને કોઈ સુંદરતા યા સૌન્દર્યભર્યા વાતાવરણની ખબર નથી પડતી. આપણને એ જ્યોતમાં કોઈ સૌન્દર્ય નજરે પડતું નથી. જ્યારે પતંગિયાને તો એ જ્યોતમાં અપૂર્વ સૌંદર્યનાં દર્શન થાય છે અને એ સુંદર જ્યોતને ચૂમવા આગળ વધે છે. પરંતુ જેવું તે જ્યોતને સ્પર્શ કરે છે કે તરત જ દીપજ્યોત એને બાળીને રાખ કરી નાખે છે.
આ રીતે જ્યારે કોઈ પુરુષ કોઈ સૌન્દર્યવતી નારીની લોભામણી ચાલ જુએ છે અને તેનું મન ચંચળ બની જાય છે. લાવણ્યવતી લલનાની મદમાતી આંખોમાં સ્નેહલ સ્નિગ્ધતા અને પ્યારભર્યો આદર પામે છે, તો તેનું મન-મસ્તક નાચી ઊઠે છે. એ કમનીય કાન્હાનું ચંદ્ર સમું મુખ જોઈને તેના અન્ય અંગો ઉપર નજર પડતાં જ પુરુષનું હૃદય હાલી ઊઠે છે. એ ચંદ્રમુખી મુગ્ધાના સાંકેતિક હાસ્યને પ્રાપ્ત કરીને એની તરફ બળપૂર્વક ખેંચાતો જાય છે. અનિમેષ નેત્રોથી - એકીટસે એના તરફ એ પુરુષ જોતો જ રહે છે.
અને એ નિયમ તો છે જ કે જેને જોયું એને સ્પર્શવાની ચાહના ઉત્પન્ન થશે જ; રૂપનો રાગ, સ્પર્શની ઇચ્છા પેદા કરશે જ. પરંતુ એ સમયે તો એ વાત યાદ નથી રહેતી કે જેનું રૂપ આપણને આનંદ આપે, જેનું દર્શન આપણને પ્રસન્નતા અર્ધે, એનો સ્પર્શ પણ આનંદ જ આપે, પ્રસન્નતા જ આપે એવો કોઈ નિયમ નથી હોતો. ભલેને સ્ત્રીનું બાહ્યરૂપ કામી પુરુષને આનંદ આપે, પણ એ સ્ત્રીનો સ્પર્શ તો બાળશે જ.
અરે, સ્પર્શની વાત છોડો, સ્ત્રીનું રૂપદર્શન પણ વાસનાવિવશ પુરુષના ચિત્તને બાળી મૂકે છે, દઝાડી મૂકે છે. તેનો સર્વનાશ કરી નાખે છે. ચક્ષુરિન્દ્રિયની પરવશતા ! જો માત્ર એક જ ઇન્દ્રિયની પરવશતા પતંગિયાને બરબાદ કરી મૂકે છે તો પછી મનુષ્ય ? જે પાંચ ઇન્દ્રિયોનો ગુલામ બનીને બેઠો છે તેના સર્વનાશની કલ્પના કરો. શ્રવણેન્દ્રિય પરવશ હરણ :
હવે શ્રવણેન્દ્રિય પરવશ હરણની વાત કરીને આજે પ્રવચન પૂર્ણ કરીશ. જ્યારે હરણ સરળતાથી પકડાતાં ન હતાં ત્યારે હરણના માંસના લોલુપ માણસોએ હરણનો શિકાર સરળતાથી થઈ શકે તે માટે તેમણે હરણની એક કમજોરીનો લાભ ઊઠાવ્યો. હરણને સંગીતના સૂર અતિપ્રિય લાગે છે.
એ સૂરોથી ખેંચાયેલું હરણનું જૂથ મંત્રમુગ્ધ જેવું બનીને સૂરો તરફ ચાલ્યું આવે છે. સૂરોની પાછળ છૂપાયેલા યમદૂત જેવા શિકારીઓને એ જોઈ શકતું નથી. સંગીતના સૂર એમને એટલા બધા પ્રિય લાગે છે... હરણોની આ સંગીતપ્રિયતાનો ગેરલાભ ઉઠાવ્યો બુદ્ધિશાળી મનાતા મનુષ્ય.
આસવ ભાવના
૧૨૯