________________
આ ભ્રમરોને અહીં ખેંચી લાવે છે કોણ, તે જાણો છો ? આ કમળોની સુવાસ! સુવાસ એમને ખેંચી લાવીને કમળોની પાંખડીઓ ઉપર બેસાડે છે. કેટલું સુંદર દ્રશ્ય હોય છે? તમને અતિપ્રિય લાગે છે કે આ વૃશ્ય? ખૂબ જ સુંદર.
આ બધાની વચ્ચે બાગનો માળી આવી પહોંચે છે. તે કમળનું એક કરમાયેલું પુષ્પ લઈને આવ્યો છે. માળી એ કમળની એક એક પાંખડીને અલગ અલગ કરે છે. મારી દ્રષ્ટિ એ પુષ્પમાં રહેલા ભ્રમર ઉપર પડી. ભ્રમરતો મરી ગયો હતો. કલ્પનાની આંખે તમે પણ જુઓ.
આ કરૂણ અંજામ છે પેલી ગંધપ્રિયતાનો, ગંધરસિકતાનો. કમળની સુગંધમાં પાગલ બનેલ ભમરાને એટલાય હોશ ક્યાંથી કે સાંજે એ પાંખડીઓ બંધ થઈ જશે અને પોતે એમાંથી નીકળી નહીં શકે અને પ્રાણ ચાલ્યા જશે.
આપણી સામે બે દ્રશ્યો છે. એક તો સરોવરમાં પુષ્પ ઉપર ઊડતા ભ્રમરો અને બીજું છે - ચિર નિદ્રામાં સૂતેલા ભ્રમરોનું. આ બે દ્રશ્યો છે. આમાં માનવજીવનની આધ્યાત્મિકતા છુપાયેલી છે. સાંભળી લો એ રહસ્ય.
અરે ભાઈ, તમે જડ પુદ્ગલોની ગંધમાં આસક્ત ન બનો. શું તમારે સુગંધિત જળથી સ્નાન કરવું છે? તમારા આવાસમાં સુગંધ ભરપૂર ધૂપ-દીપ બળતા રાખવા છે? સુવાસિત પુષ્પોના ગજરા તમારા હાથોમાં સદાય રાખવા છે? સુગંધથી મહેંકતા તેલ અને અત્તરો શરીર ઉપર છાંટીને સુગંધ-સાગરમાં ડૂબકી લગાવવી છે? પરંતુ સાચું તો એ છે કે તમે વિનાશના મહાસાગરમાં ડૂબી જશો !' પ્રશ્નઃ તો શું અમારે સુગંધ ન જ લેવી?
ઉત્તરઃ ગ્રંથકાર એમાં આસક્ત થવાની મના કરે છે, મનને એમાં લીન કરવાની ના પાડે છે. સહજ અને સ્વાભાવિક સુવાસ જો આવતી હોય તો કોઈ ગટર યા ગંદા નાળા પાસે જઈને ઊભા રહેવાની જરૂર નથી. ભલેને ગમે તેવી સુવાસ મળે, કદાચ એ મનને આહલાદ પણ આપી જાય, તો પણ એ સુવાસમાં મન બંધાવું ન જોઈએ. વારંવાર સુગંધી પદાર્થોમાં મન રમવું ન જોઈએ. જો મન એ પદાર્થોમાં ખોવાઈ ગયું, તો પછી આત્મરમણતા યા પરમાત્મરમણતા જીવનમાં નહીં આવી શકે. ચક્ષુરિન્દ્રિય પરવશ પતંગિયુંઃ
હવે ચક્ષુરિન્દ્રિય પરવશ પતંગિયાની વાત કરીએ. પાગલપતંગિયાને તમે કદી જોયું છે? વીજળીના પ્રકાશના ભપકામાં કદાચ પતંગિયાં જોવા નહીં મળે, પરંતુ કોઈક ગ્રામપ્રદેશમાં ચાલ્યા જઈએ તો ત્યાં આપણને રાતના સમયે થી યા તો તેલના દવાઓની આસપાસ પતંગિયાં ચકકર મારતાં નજરે પડશે. એ દવાની જ્યોતની ચારેબાજુ મસ્ત બનીને બે-ચાર પતંગિયાં અવશ્ય ફરી રહ્યાં હશે. ૧૨૮
શાન્ત સુધારસઃ ભાગ ૨ |