________________
વાસ્તવિકતાથી તમે લોકો પૂર્ણ પરિચિત તો છો ને? તમારી કલ્પનામાં સનત ચક્રવર્તી જેવાં પાત્રો છવાયેલા રહેવાં જ જોઈએ ! - સ્નાન કરતી વખતે શરીરમાં એક પણ રોગ હતો નહીં અને જ્યારે રાજસભામાં
જઈને રાજસિંહાસન ઉપર બેઠા, તેટલામાં જ એક સાથે સોળ રોગ પેદા થઈ ગયા. અત્યારના વર્તમાન સમયમાં પણ આવા એક સાથે આવીને ઘેરી લે છે ને ? બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, અલ્સર, દમ, લિવરની બીમારી, શિરોવેદના, પેટનો દુઃખાવો, વગેરે. રાત્રે સૂતા હતા ત્યારે તદ્દન સારું... કોઈ રોગ નહીં અને
જ્યારે સવારે જાગ્યા તો ગળું તદ્દન બંધ, નથી તો બોલી શકાતું કે નથી કશું ગળાથી નીચે ઉતારી શકાતું! દુકાનમાંથી નીકળ્યા અને ઘર સુધી આવ્યા ત્યાં સુધી કોઈ તકલીફ નહીં. ઘરનો દાદરો ચડતાં જ હૃદયરોગનો હુમલો ! કારમાં બેઠા તો હસતા હસતા અને જ્યારે નીચે ઊતર્યા તો મુખ ઉપર નિર્જીવતા તરી રહી હોય યા પ્રાણ વગરનું શરીર જ હાથમાં આવે. •
આરોગ્ય ચંચળ અને આયુષ્ય પણ ચંચળ. ક્યારે કાળની થપ્પડ લાગે અને આ શરીર છોડવું પડે એ અજ્ઞાની જીવાત્માને ક્યાં ખબર પડે છે? જ્ઞાની જીવાત્મા સમજે છે.... મોતનો કોઈ ભરોસો નથી. કોણ જાણે કઈ ઘડીએ આવી ચડે અને શરીરમાંથી પ્રાણોને ચોરી જાય! એટલા માટે તે આત્મહિતની આરાધનામાં પ્રતિપળ જાગ્રત રહે છે. આરોગ્ય અને આયુષ્યની જેમ શરીર-બળ પણ ચંચળ હોય છે-ક્ષણિક હોય છે.
જ્યાં સુધી દેહમાં શક્તિ હોય, બળ હોય, સામર્થ્ય હોય ત્યાં સુધી આત્મશુદ્ધિનો પુરુષાર્થ કરી લેવો જોઈએ.
આ તમામ વાતોમાં સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે - વીયલ્લાસની, આંતર ઉલ્લાસની, હૃદયના ઉલ્લાસની. જ્યાં સુધી પ્રવર્ધમાન અધ્યવસાય હોય ત્યાં સુધી સબળ ધર્મપુરુષાર્થ કરી લેવી જોઈએ, કારણ કે ઉત્સાહ પણ અસ્થાયી-ચંચળ હોય છે. તમે લોકો મૂડ' કહો છો ને? મૂડ એટલે ઉત્સાહ. મૂડ કાયમ ટકતો નથી. આરોગ્ય હોય, જીવન હોય, બળ હોય, સમુચિત સામગ્રી ઉપલબ્ધ હોય, તો પણ જો વિર્ષોલ્લાસ ન હોય - આંતરિક ઉત્સાહ ન હોય, તો ધર્મપુરુષાર્થ કરી શકાતો નથી. અલબત્ત, જ્યારે આંતર ઉત્સાહનો ફુવારો ફૂટે છે ત્યારે પ્રમાદ ટકી શકતો નથી. સહજભાવે ધર્મપુરુષાર્થ થઈ જાય છે. કોઈ અવરોધ ટકી શકતો નથી. ઉત્સાહ, ઉમંગનો ઉદધિ અવરોધોની ઉપેક્ષા કરતો, વિઘ્નોને ઉખાડીને ફેંકી દે છે. પોતપોતાના નિર્ધારિત લક્ષ્ય તરફ જીવનને ગતિશીલ બનાવી રાખવાનું છે. આગમ - જળાશયઃ
આ ‘અશુચિ ભાવનાને પૂર્ણ કરતાં ઉપાધ્યાયજી કહે છે આ અપવિત્ર
| ૪ |
આ
| શાન્તસુધારસ : ભાગ ૨)