________________
કરવા માટે સદા જાગ્રત રહો. જીવનની એક એક ક્ષણ..... એક એક પળ જ્ઞાન-દર્શનચારિત્રની આરાધનામાં પ્રતિબિંબિત થાય એટલા માટે જ્ઞાની પુરુષ સદેવ પ્રયત્નશીલ રહે છે. પ્રબુદ્ધ પુરુષ એ જાણે છે કે – “ભૂતકાળ વીતી ચૂક્યો છે, ભવિષ્યની તો કલ્પના માત્ર છે, હાથમાં જે વર્તમાનની પળ છે, એ પળને અતિ મૂલ્યવાન સમજીને તે પોતાના વર્તમાનને સદેવ આનંદમય બનાવે છે.”
જે મનુષ્ય વર્તમાન ક્ષણનો આરાધક હોય છે, તે માણસ જ મનુષ્યજન્મની, માનવતનની દુર્લભતાને સારી રીતે સમજે છે. કેવળ અતીતની અંધકારમય ગલીઓમાં ભટકતો, રુદન કરતો અને ભવિષ્યની સોનેરી કલ્પનાઓની મખમલી સેજ ઉપર સૂનારો માણસ માનવદેહની મહત્તાને શું સમજે? સદેવ જાગ્રત, પ્રતિપળ જિંદગીને ભરી ભરી બનાવીને જીવનાર આત્મા જ વર્તમાનને સમજી શકે છે. તેની અતીતની મનોયાત્રા અને અનાગતની આંતરયાત્રા પણ વર્તમાનની ક્ષણોને સાધનામય બનાવવા માટે જ હોય છે.
ધર્મપુરુષાર્થ માટે જ જિંદગી જીવનાર મહાપુરુષો પેલા ધર્મપુરુષાર્થનાં સાધનો પ્રત્યે જાગ્રત બની જાય છે. તેઓ જાણે છે કે આરોગ્ય, આયુષ્ય, બળ, વીર્ય અને સાનુકૂળ સંજોગો હોય ત્યાં સુધી ધર્મપુરુષાર્થ કરી શકાય છે. આ સાધનોની વિનશ્વરતા અને ક્ષણભંગુરતાનો એમને પૂરેપૂરો ખ્યાલ હોય છે. - “કોઈ પણ ક્ષણે નળનું પાણી આવવું બંધ થઈ શકે છે” આ જાણનાર સ્ત્રીપુરુષ
પાણીનો સંગ્રહ કરવામાં જરાય પ્રમાદ કરતાં નથી. - “હજુ નળ ચાલુ છે, બધાં કામ છોડીને પાણી ભરી લો.” કેમ કે પાણી વગર જીવનવ્યવહાર નથી ચાલી શકતો. આ વાત મનમાં બેસી ગઈ હોય છે. જ્યાં કોઈ પણ સમયે વીજળી (Light) ચાલી જાય છે ત્યાં “જ્યાં સુધી લાઈટ છે ત્યાં સુધી ઘરકામ પતાવી લો, વાંચવું-ભણવું હોય તો ભણી લો – કારણ, આ બધું અંધારામાં નહીં બને.” ચંચળ-અનિશ્ચિત વસ્તુ જ્યાં સુધી પાસે હોય છે, ત્યાં સુધી એનો ઉપયોગ કરી લેવામાં મનુષ્ય સાવધાન હોય છે. “હજુ અમુક વસ્તુ સસ્તી છે, ખરીદી લો. પછી કોણ જાણે મોંઘવારીની દોડમાં તેલ મળે કે ના મળે ! સસ્તાની દોડ ક્ષણિક હોય છે. જ્યાં સુધી હોય, ત્યાં સુધીમાં કામ કરી લો.”
હજુ શરીર નીરોગી છે. કોઈ પણ પ્રકારનો રોગ નથી. પાંચેય ઇન્દ્રિયો કાર્યક્ષમ - છે. કોઈ ઇન્દ્રિય શિથિલ નથી, તો ધર્મપુરુષાર્થ કરી લો. તપશ્ચર્યા કરી લો. સેવા
ભક્તિ કરી લો. જ્ઞાન-ધ્યાનની આરાધના કરી લો. શરીરમાં જ્યારે રોગ ઉત્પન્ન થઈ જશે. જ્યારે ઇન્દ્રિયો શિથિલ બની જશે, ત્યારે ધર્મપુરુષાર્થ બની શકશે નહીં. આ
[ અશુચિ ભાવના
. ૯૩ |