________________
૩. હિંસા - અસત્ય, પરધનહરણ, મૈથુન અને મમત્વથી વિરક્ત બનો ! ૪. જિનકથિત અર્થના સદ્ભાવથી ભાવિત બનો. પ. અપૂર્વ મનશુદ્ધિ પામનારા બનો. ૬. વૈરાગ્યપૂર્ણ માર્ગ ઉપર સ્થિર રહો. ૭. સ્વહિતાર્થે મુક્તિસુખમાં મનથી ડૂબેલા રહો.
આ સાત પ્રકારનો ધર્મપુરુષાર્થ કરનાર જાગ્રત મનુષ્ય પોતાના જીવનનાં વીતેલાં વર્ષો ઉપર નજર નાખે છે. એ વર્ષોમાં જે ભૂલો થઈ હોય, જે પ્રમાદ થયો હોય, જે અતિચાર લાગ્યા હોય, એ બધું જ એના અંતઃકરણને વ્યથાથી ભરી દે છે. વર્તમાન કાળમાં પણ જાણ્યે-અજાણ્યે દોષ લાગતા હોય, પ્રમાદ થતો હોય, એનાથી પણ એનું મન ભારે ભારે બની જાય છે.
એ વિચારે છેઃ આ મારો કેવો પ્રમાદ ? મારો આટલો સમય જ્ઞાન-દર્શનચારિત્રની આરાધના વગર વીતી ગયો... કેટલું મોટું નુકસાન મને થાય છે ?” ધર્મ-મોક્ષપુરુષાર્થમાં પ્રમાદ ન કરો:
વીતી ગયેલો સમય પાછો આવતો નથી”, આ સત્યને સારી રીતે સમજનાર મનુષ્ય સમયના દુરુપયોગને ખૂબ મોટું નુકસાન માને છે. અપ્રમત્ત જીવનનો આદર્શ સામે રાખીને મોક્ષમાર્ગ ઉપર કદમ માંડતાં સાધકને અલ્પ પ્રમાદ પણ કેવી રીતે પ્રિય લાગી શકે? નિદ્રા, વિકથા અને વિષય-કષાયને જીવલેણ દુશ્મન સમજનાર સાધક એ દુશ્મનોનો સંગ પળ માટે ય કેવી રીતે કબૂલ કરી શકે ?
કોઈ વાર હાલતાં ચાલતાં એ નિદ્રા વગેરે દુશ્મનોથી ચાર આંખો થઈ જાય - આંખો મળી જાય અને પૂર્વકાલીન મૈત્રી યાદ આવી જાય તો પળ બે પળની હસી મજાક - વાતવિનોદ થઈ પણ જાય, પરંતુ તરત જ એને સ્મરણ થઈ જાય છે - હોશ આવી જાય છે કે “આ દોસ્ત નથી, પરંતુ દુશ્મન છે.” બસ, આ જ સાચા રસ્તા પર પાછો ફરે છે. પોતાના આત્મભાવમાં પાછો ફરે છે. જે ભૂલ થઈ ગઈ હોય છે એ એને બેચેન બનાવી દે છે. તે પ્રમાવો છે ? - આ મારો કેવો પ્રમાદ છે?
સાધક-આરાધક જો જ્ઞાની હોય, શાસ્ત્રજ્ઞ હોય, તો તે જાણે છે કે દેવલોક ઇન્દ્ર પણ કેમ ન હોય, જીવનની વીતી ગયેલી ક્ષણો એને પુનઃ પ્રાપ્ત થતી નથી. ખોયેલાં રાજ્ય અને તાજ પાછાં મળી શકે છે. ખોયેલી તંદુરસ્તી પાછી પ્રાપ્ત થાય છે. ઈજ્જતની ઈમારત પણ નવા સ્વરૂપે ઊભી થઈ શકે છે. પરંતુ વીતી ગયેલા દિવસો, વીતેલી ક્ષણો પાછી ફરીને આવતી નથી.
જે પળ પાસે હોય, જે સમય આપણો હોય, એ વર્તમાનની ક્ષણોનો સદુપયોગ [ કર
સુધારસઃ ભાગ ૨)