________________
એક ખેડૂતની વાર્તાઃ
પેલા ખેડૂતની વાત તો તમે કદાચ સાંભળી હશે. એ પોતાના ખેતરમાં ખેતી કરતો હતો. એને એક વાર ઉપર શ્રીફળ મૂકીને રેશમી વસ્ત્રથી બાંધેલો એક ઘડો મળ્યો. ખેડૂતે ઘડો ઉઘાડ્યો. એમાં જોયું તો ચળકતા પથ્થરના ટુકડા ભરેલા હતા. તેણે કરેલી કલ્પના રાખ થઈ ગઈ. એની કલ્પના હતી કે એમાં સોના-ચાંદીની મહોરો હશે. હવે એણે એક એક ચમકતો પથ્થરનો ટુકડો ઉપાડ્યો અને પક્ષીઓને ઉડાડવા. માટે ફેંકવા લાગ્યો.
બપોરે એનો નાનો પુત્ર ત્યાં આવ્યો. તેણે પણ ચમકતો પથ્થર ઉપાડ્યો અને રમવા લાગ્યો. રમતાં રમતાં તે તેના ઘર તરફ ચાલ્યો. સાંજનો સમય હતો, ગામનો એક ઝવેરી ફરવા નીકળ્યો હતો, તેણે ખેડૂતના છોકરાના હાથમાં પથ્થર જોયો, તેણે એ બાળકને થોડાક સિકકા આપીને પથ્થર લઈ લીધો. ઝવેરી તેની દુકાને ગયો. એ પથ્થરની તપાસ - પરીક્ષા કરી. વાસ્તવમાં એ હીરો હતો. તેની કિંમત સવા લાખ રૂપિયા થઈ. બીજે દિવસે ઝવેરીએ પેલા ખેડૂતને ઘેર જઈને પૂછ્યું: “શું તારી પાસે આવા ચમકતા બીજા પથ્થરો છે?”ખેડૂતે લાપરવાહીથી જવાબ આપ્યો, “હા, હતા. તો ઘણા જ, પરંતુ મેં ફેંકી દીધા. અરે, પથ્થરો કાંઈ ભેગા કરવાની વસ્તુ છે?
ઝવેરીએ કહ્યું: અરે ખેડૂત! તું મૂર્ખ છે. તું આ પથ્થરોનું મૂલ્ય જાણે છે? આ પથ્થરો નથી, પરંતુ હીરા છે!” આમ કહીને ઝવેરીએ ખેડૂતને પચ્ચીસ હજાર રૂપિયા આપ્યા અને ચાલી નીકળ્યો. - હવે ખેડૂત પોતાની જાતને જતિરસ્કારવા માંડ્યો - “હાય, હું કેવો બુદ્ધ? આવા મૂલ્યવાન હીરાઓને પથ્થર સમજીને ફેંકી દીધા !” આ ખેડૂતે હીરાઓને પથ્થર માની લીધા. એ મૂર્ખ હીરાઓનું મૂલ્ય સમજી ન શક્યો. હાથમાં રહેલા હીરાઓને ખોઈ બેઠો. શું આપણે પણ આવી જ ભૂલ તો નથી કરી રહ્યા ને? માનવશરીરને માટીના મૂલે ફેંકી દેવાની ભૂલ ન કરી બેસીએ ! નહીંતર પશ્ચાત્તાપની અગનજ્વાળામાં શેકાવું પડશે. માનવશરીરની મહત્તા જાણનારા તીર્થકરોએ -અવતારોએ માનવતનને અમૂલ્ય હીરો કહ્યું છે. માનવતનથી સાત પ્રકારની ઘર્મઆરાધના કરી લો
અને પુણ્યના ઉદયથી મનુષ્યદેહ મળ્યો છે. આપણને મળેલા એ મનુષ્યદેહથી સાત પ્રકારનો ધર્મપુરુષાર્થ કરી લેવો જોઈએ: ૧. કર્મ અને દોષજાળનો ઉચ્છેદ કરીને ઉદ્યમશીલ બનો. ૨. દર્શન - જ્ઞાન - ચારિત્ર - તપ - સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્ત બનો.
[ અશુચિ ભાવના
૯૧ ]