________________
મોક્ષમાર્ગની આરાધના માટે ઉપયુક્ત થાય છે. કારણ કે તીર્થંકર અને તીર્થંકરોનું ધર્મશાસન આ કાળમાં જ મળે છે. મોક્ષમાર્ગની આરાધના માટે જીવોને આ આલંબન જોઈએ જ.
આ રીતે મોક્ષમાર્ગની આરાધના કરવા માટે શ્રેષ્ઠ શરીરબળ અને શ્રેષ્ઠ મનોબળ જોઈએ, શ્રેષ્ઠ સંઘયણબળ (શરીરક્તિ) અને શ્રેષ્ઠ અધ્યવસાય (મનોબળ) વગર ‘કર્મક્ષય’નો પુરુષાર્થ થઈ શકતો નથી.
મોક્ષમાર્ગની આરાધનામાં શુભકર્મોનો ઉદય અપેક્ષિત હોય છે, જેમ કે – પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા - શુભ કર્મોના ઉદયથી મળે છે.
# તત્ત્વશ્રવણ કરાવનારા સદ્ગુરુઓનો યોગ પુણ્યકર્મના ઉદયથી જ મળે છે. – મોક્ષમાર્ગની આરાધનામાં પાપકર્મોનો ‘ક્ષયોપશમ' પણ અપેક્ષિત છે. જેમ કે
# તત્ત્વશ્રવણ કરાવનારા સદ્ગુરુ મળવા છતાં પણ તત્ત્વરુચિ, તત્ત્વશ્રદ્ધા ત્યારે જ થાય છે, જ્યારે દર્શનમોહનીય' કર્મનો ક્ષયોપસમ થાય.
॥ તત્ત્વશ્રદ્ધા હોવા છતાં પણ તત્ત્વાનુસાર સંયમધર્મનો પુરુષાર્થ ત્યારે જ થાય છે કે જ્યારે ‘ચારિત્રમોહનીય' કર્મનો ક્ષય થાય.
સ્વસ્થ શરીરનો સદુપયોગ કરી લો :
સદાય યાદ રાખો કે માનવશરીરની અવસ્થાઓ પરિવર્તનશીલ છે. જ્યાં સુધી પાંચ ઇન્દ્રિયો કાર્યરત છે, અક્ષત છે, નીરોગી છે; ત્યાં સુધી અહિંસા, સંયમ અને તપનો પુરુષાર્થ કરી લો. જ્યાં સુધી બળ-શક્તિ-વીર્યથી શરીર સશક્ત છે ત્યાં સુધી જ્ઞાન-ધ્યાન અને પરમાર્થનો પુરુષાર્થ કરી લો. એક ક્ષણનોય પ્રમાદ ન કરો.
જ્યારે વૃદ્ધાવસ્થા આવશે, રોગોથી શરીર ઘેરાઈ જશે ત્યારે ઇચ્છતા હશો તો પણ તમે મોક્ષપુરુષાર્થ નહીં કરી શકો. વૃદ્ધાવસ્થા અને રોગોનું આક્રમણ શરીરને મોક્ષમાર્ગની આરાધના માટે અક્ષમ-અસમર્થ બનાવી દેશે.
મનુષ્ય જીવનની, મનુષ્યદેહની દુર્બળતાને સમજો. અનંત અનંત જીવોની સૃષ્ટિમાં સૌથી ઓછા છે મનુષ્યો. તિર્યંચગતિના જીવો અનંત છે. દેવગતિમાં અસંખ્ય જીવો હોય છે અને નર્કમાં પણ અસંખ્ય. પરંતુ મનુષ્યો તો ગણતરીના જ હોય છે. એમાં આપણો સમાવેશ થયો છે. આપણને મળેલા મનુષ્યદેહનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. મનુષ્ય જે વસ્તુને દુર્લભ સમજે છે એનું મૂલ્યાંકન પણ ખૂબ સારી રીતે કરે છે. એનો દુરુપયોગ તો નહીં જ કરે. જેને - જે વસ્તુને તમે દુર્લભ નહીં સમજતા હો એની ઉપેક્ષા કરતા હશો. અથવા તમે એને તુચ્છ સમજીને દુરુપયોગ કરતા હશો.
૯૦
શાન્તસુધારસ : ભાગ ૨