________________
પણ નથી હોતો. ત્યાં થોડોક કામપુરુષાર્થ હોય છે.
પંચેન્દ્રિયપણું આપણા જીવે પ્રાપ્ત કર્યું, પરંતુ તિર્યંચગતિમાં પ્રાપ્ત કર્યું ! ત્યાં પણ હજારો - લાખો વર્ષો સુધી દારુણ દુઃખ પામ્યો. તિર્યંચગતિમાં પણ દરેક જીવને મન હોતું નથી. કેટલાક જીવોને હોય છે તો કેટલાકને નથી હોતું. ત્યાં પણ ધર્મમોક્ષપુરુષાર્થ ક૨વા યોગ્ય શરીર અને મન નથી હોતાં.
આપણો જીવ નરકગતિમાં પણ ઉત્પન્ન થયો હતો - સાતે નરકોમાં જન્મ-મ૨ણ કર્યાં છે અને ત્યાંનાં અતિ દારુણ દુઃખ ભોગવ્યાં છે. ત્યાં તો ધર્મ-મોક્ષપુરુષાર્થની વાત જ થઈ શકે તેમ નથી.
દેવગતિમાં....ભવનપતિ નિકાયમાં, વ્યંતર નિકાયમાં, જ્યોતિષ દેવલોકમાં અને વૈમાનિક દેવલોકમાં (ગ્રેવેયક દેવલોક સુધી) આપણો જીવ ઉત્પન્ન થયો. ત્યાંનાં દિવ્ય સુખ ભોગવ્યાં. અસંખ્ય વર્ષ ત્યાં જીવ્યો, પરંતુ મોક્ષપુરુષાર્થચારિત્રધર્મનો પુરુષાર્થ કરી શક્યો નહીં. મોક્ષપુરુષાર્થ ત્યાં થઈ જ શકતો નથી. ત્યાંનાં દિવ્ય સુખ દેવોને ભોગવવાં જ પડે છે, જેમ નરકમાં જીવોને દુઃખ, કષ્ટ સહન કરવાં પડે છે એ જ રીતે.
આ રીતે શુભાશુભ કર્મોને કારણે જીવોને સંસારની આ ગતિઓમાં - યોનિઓમાં જન્મ-મરણ કરતા જ રહેવું પડે છે - પરિભ્રમણ કરવું જ પડે છે કે જ્યાં ધર્મ-મોક્ષ· પુરુષાર્થની સંભાવના જ હોતી નથી.
મોક્ષપુરુષાર્થ માટે કેવો મનુષ્યદેહ શ્રેષ્ઠ ? :
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ માનવશરીરમાં મોક્ષધર્મની આરાધના કરવાનું સામર્થ્ય બતાવ્યું - સાચી વાત કરી; પરંતુ આ સામર્થ્ય બધાં માનવશરીરમાં હોતું નથી. માંનવશરીર પણ અનેક પ્રકારના હોય છે. દેશકાળની દૃષ્ટિથી, બળ અને બુદ્ધિની દૃષ્ટિથી, શુભ-અશુભ કર્મોની દૃષ્ટિથી માનવદેહ અનેક પ્રકારના હોય છે.
અનાર્ય દેશમાં કે જ્યાં ધર્મ-અધર્મનું જ્ઞાન હોતું નથી, વિવેક નથી હોતો ત્યાં મનુષ્ય જન્મ પામવા છતાં મોક્ષપુરુષાર્થ થઈ શકતો નથી.
આર્ય દેશમાં કે જ્યાં ધર્મ-અધર્મનું જ્ઞાન મળી શકે છે, વિવેક પણ જાગૃત થઈ શકે છે. પરંતુ માનવશરીર જ અપૂર્ણ મળ્યું હોય તો મોક્ષપુરુષાર્થ થઈ શકતો નથી. જન્મથી અંધત્વ હોય, વિકલાંગપણું હોય, જન્મથી વિક્ષિપ્ત મન હોય... તો મોક્ષમાર્ગની આરાધના થઈ શકતી નથી. મોક્ષમાર્ગની આરાધના માટે મન અને પાંચે ઇન્દ્રિયોની પૂર્ણતા જોઈએ.
આ ભરતક્ષેત્રમાં કાળની દૃષ્ટિએ ચોથો આરો, કેટલેક અંશે પાંચમો આરો જ
અશુિચ ભાવના
૮૯