________________
સુધી મનુષ્યની દેહાસક્તિ તૂટતી નથી ત્યાં સુધી શરીરનો ધર્મપુરુષાર્થમાં ઉપયોગ થઈ શકતો નથી. મોક્ષની આરાધનામાં શરીર ઉપયોગી બનતું નથી. એટલા માટે દેહાસક્તિ તોડવા માટે અશુચિ ભાવનાનો ઉપયોગ બતાવ્યો. અશુચિ ભાવનાના પુનઃ પુનઃ ચિંતનથી દેહાસક્તિ તૂટી જાય છે. સાથે સાથે આ ચિંતન કરવાની પ્રેરણા આપે છે કે -
“वपुषि विचिन्तय परमिहसारं,
શિવનાથનસમર્ધ્વમુલારમ્ “માનવદેહમાં મોક્ષપ્રાપ્તિની આરાધનાનો પુરુષાર્થ કરવાનું સામર્થ્ય છે” - આ વાત ઉપર, આ સત્ય ઉપર ગંભીરતાથી વિચારવાનો ઉપદેશ આપે છે. વિવિયે એટલે કે વિશેષરૂપથી ચિંતન કરવાનું કહ્યું છે. આપણે વિશેષ રૂપે ચિંતન કરીશું. મોક્ષપુરુષાર્થનું શ્રેષ્ઠ સાધન - મનુષ્યશરીરઃ
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી, અનાદિ નિગોદથી સર્વાર્થસિદ્ધ - અનુત્તર દેવલોક સુધી જે જીવસૃષ્ટિ છે તે અનંત છે. આ અનંત જીવસૃષ્ટિમાં મનુષ્ય ઉચ્ચતમ સ્થાને રહેલો છે. શ્રેષ્ઠ સ્થાને છે. મનુષ્ય જીવન મળવું કેટલું દુર્લભ છે એ વાત પહેલાં બતાવું. ભલે મનુષ્યદેહ દેવોના શરીરની અપેક્ષાએ અશુચિપૂર્ણ હોય, ગંદકીથી ભરેલો હોય, છતાં પણ મોક્ષપુરુષાર્થની દ્રષ્ટિએ મનુષ્યદેહ જ શ્રેષ્ઠ છે - ઉત્તમ છે. મોક્ષપુરુષાર્થ મનુષ્યદેહ દ્વારા જ સંભવ છે - દેવોના શરીર દ્વારા નહીં.
કઈ કઈ યોનિઓમાં, કઈ કઈ ગતિઓમાં આપણો જીવ જન્મમૃત્યુ કરતો રહ્યો અને ત્યાં ન તો ધર્મપુરુષાર્થ થઈ શક્યો કે ન મોક્ષપુરુષાર્થ થઈ શક્યો. આ વાત સાંભળી લો.
પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય અને વાયુકામાં (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુમાં) જીવે અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ વ્યતીત કયો છે. આપણા જીવે ત્યાં એટલા સમય સુધી ઘોર દુઃખ સહન કર્યા છે, અવ્યક્ત દશામાં!
જેમ કે સાધારણ વનસ્પતિકાય (નિગોદ)માં આપણા જીવે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ વ્યતીત કયો છે! ત્યાં આપણે એક શરીરમાં અનંત જીવો સાથે રહ્યા હતા. ત્યાં અકથ્ય અને અસહ્ય વેદના સહન કરી હતી. - બેઇન્દ્રિયમાં, તેઈન્દ્રિયમાં અને ચઉરિન્દ્રિયમાં આપણો જીવ લાખો-કરોડો વર્ષો
સુધી જન્મમૃત્યુ પામતો રહ્યો હતો. ત્યાં જીવને સ્પર્શ-જિહુવા, ઘાણ અને આંખ - ક્રમશઃ બે-ત્રણ-ચાર ઈન્દ્રિયો હોય છે. શ્રવણેન્દ્રિય નથી હોતી અને મન નથી હોતું. એટલે ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થ અસંભવ જ હોય છે. અર્થપુરુષાર્થ
૮૮
શાન્ત સુધારસ: ભાગ ૨