________________
તરફ જઈ રહ્યો હતો. જટાશંકરને તીવ્ર ભૂખ સતાવી રહી હતી. ફળ મળતાં ન હતાં. તે નિરાશ થઈ ગયો હતો. એટલામાં પશ્ચિમ દિશામાં એક માર્ગ અને દેખાયો, એ ત્યાં ગયો અને માર્ગ ઉપર પડેલાં મોટાં મોટાં ફળ એણે જોયાં. તેણે એક ફળ ચાખ્યું, મીઠું લાગ્યું ! ભૂખ પણ ખૂબ જ લાગી હતી. તેણે પેટ ભરીને ફળ ખાધાં. તે તૃપ્ત થઈ ગયો. તેણે વિચાર કર્યો. આ બાજુ પાણી પણ મળી ગયું અને ફળ પણ મળી ગયાં. તરસ અને ભૂખનો પ્રશ્ન હલ થઈ ગયો. હવે તે શાંતિથી ત્યાં રહેવા લાગ્યો. દરરોજ ઝરણાનું પાણી પીએ છે અને એ માર્ગ ઉપર પડેલાં તાજાં ફળ ખાય છે. માનતો હતો. કે અહીં મારા શૌચમાર્ગનું સારી રીતે પાલન થઈ રહ્યું છે.
એક દિવસ એ માર્ગ ઉપર જઈને એ ફળ ખાતો હતો એટલામાં ત્યાં અંદાજે ૮૧૦ ઊંટસવારો જતા નજરે પડ્યા. ઊંટસવારોએ બ્રાહ્મણને ફળ ખાતો જોયો અને એ લોકો હસવા લાગ્યા. બ્રાહ્મણે પૂછ્યું - “તમે લોકો શા માટે હસો છો?” ઊંટ સવારોએ કહ્યું - રે બ્રાહ્મણ ! તું ઊંટના પોદરા - ઊંટની વિષ્ટા ખાય છે. એટલા માટે હસવું આવે છે !'
બ્રાહ્મણના હાથમાંથી ફળ જમીન ઉપર પડી ગયું. “શું આ ઊંટની વિષ્ટા છે? હું તો સ્વાદિષ્ટ ફળ સમજીને રોજ ખાઉં છું. સ્વાદિષ્ટ પણ છે.” ઊંટસવારે કહ્યું : “આગળ આ દ્વીપ ઉપર શેરડીનાં મોટાં ખેતરો છે. અમારાં ઊંટ શેરડી ખાય છે એટલા માટે એની વિષ્ટા મીઠી હોય છે.” - ઊંટસવારો તો હસતા હસતા ચાલ્યા ગયા, પરંતુ જટાશંકર રડી પડ્યો. અરેરે! હું તો સંપૂર્ણ રીતે અશુચિમય બની ગયો.. અપવિત્ર બની ગયો. આ દુનિયામાં ક્યાંય પવિત્રતા નથી. આનાથી તો મારું ગામ સારું હતું. પશુની વિષ્ટા, તો ખાવી પડતી ન હતી.' જટાશંકર પોતાના ગામમાં પાછો ફર્યો. શરીરમાં સારભૂત તત્વઃ
આમ તો શરીર ગંદકીથી, અપવિત્રતાથી ભરેલું છે. એના સંપર્કમાં આવનારા પદાર્થોને પણ તે ધૃણાસ્પદ બનાવી દે છે. મિષ્ટાન્નને વિણ અને દૂધને મૂત્ર બનાવી દે છે. પરંતુ એમાં એક સારભૂત તત્ત્વ છે - તે છે મોક્ષમાર્ગની આરાધના કરવાનું સામર્થ્ય. આ દ્રષ્ટિથી - આ અભિગમથી તીર્થકર ભગવંતોએ મનુષ્યદેહની પ્રશંસા કરી છે. મનુષ્યજન્મની શ્રેષ્ઠતા બતાવી છે. ગંદકીથી, અશુચિથી ભરેલા શરીરની જે રીતે નિંદા કરી છે, એ રીતે જ પ્રશંસા પણ કરી છે.
એક અપેક્ષાએ નિંદા કરી છે તો બીજી અપેક્ષાએ પ્રશંસા પણ કરી છે. શરીરનો મોહ- દેહાસક્તિ તોડવાની દ્રષ્ટિથી નિંદા કરી છે. જ્યારે ધર્મપુરુષાર્થ કરવાની અપેક્ષાએ માનવદેહની પ્રશંસા કરી છે. જ્ઞાની પુરુષોએ એ સત્ય પ્રાપ્ત કર્યું છે કે જ્યાં [ અશુચિ ભાવના
આ [ ૮૭ ]