________________
જટાશંકર શૌચવાદી બ્રાહ્મણ હતો. શરીરની બાહ્ય પવિત્રતાનો અતિ આગ્રહી હતો. એટલા માટે તે દિવસમાં ૮/૧૦ વાર સ્નાન કરતો હતો. કોઈ હરિજન એને સ્પર્શી જતો તો તે સ્નાન કરી લેતો. જે રસ્તેથી હરિજન, ચાંડાલ, અંત્યજ... ઇત્યાદિ હીન જાતિના લોકો પસાર થતા હતા એ રસ્તે થઈને જટાશંકર પસાર થતો ન હતો. જો ભૂલમાં ચાલતો તો સ્નાન કરી લેતો. કોઈક અપવિત્ર વસ્તુમાં પગ પડી જતો તો પણ એ સ્નાન કરી લેતો હતો.
એક દિવસ એને વિચાર આવ્યો : “દરેક ગામમાં ગંદકી હોય છે. લોકો પણ ગંદા... રસ્તા ય ગંદા. કેવી રીતે પવિત્ર રહી શકાય ? એટલા માટે મારે એવી જગાએ જઈને રહેવું જોઈએ કે જ્યાં ગંદકી ન હોય, કોઈ અપવિત્ર મનુષ્ય ન હોય, કોઈ અપવિત્ર રસ્તો ન હોય, સર્વત્ર શુદ્ધિ હોય, પવિત્રતા હોય.” તેણે સમુદ્રની વચ્ચે કોઈ નિર્જન દ્વીપ ઉપર જઈને રહેવાનો વિચાર કર્યો અને સમુદ્રમાર્ગથી એવા એક દ્વીપ ઉપર જઈ ચડ્યો.
જટાશંકર ત્યાં ખૂબ હર્ષિત થયો. દ્વીપ ઉપર ફરવા લાગ્યો. ક્યાંય એને મનુષ્ય અથવા પશુ જોવા ન મળ્યાં. જમીન ઉપર કોઈ જીવનાં પદચિહ્નો દેખાયાં નહીં. તેણે વિચાર કર્યો : “અહીં હું પૂર્ણતયા શૌચધર્મનું પાલન કરી શકીશ.” પરંતુ જ્યારે મધ્યાહ્નનો સમય થયો, તરસ અને ભૂખ લાગી ત્યારે તેને ચિંતા થઈ. “પાણી ક્યાં મળશે ? ભોજન ક્યાં મળશે ?” એણે પવિત્રતાની ધૂનમાં આ મહત્ત્વપૂર્ણ વાતોનો
વિચાર જ કર્યો ન હતો.
આવું બને છે. જ્યારે મનુષ્યના ચિત્ત ઉપર કોઈ વાતનું ભૂત સવાર થઈ જાય છે ત્યારે તે મહત્ત્વની વાતો ભૂલી જાય છે. જેમ તમારા લોકોના દિમાગ ઉપર અર્થ અને કામનું ભૂત સવાર થઈ ગયું છે ને ? એટલા માટે તો ધર્મ અને મોક્ષની વાત ભૂલી ગયા જેવું જ છે ને ? અને ભૂતોને ભગાડવાનું સરળ કામ નથી હોતું. અતિ મુશ્કેલીથી ભૂતોને ભગાડી શકાય છે - જો તેમને ભગાડવાં હોય તો ! તમને તો એ બંને ભૂતો અતિપ્રિય લાગે છે.
જટાશંકરને શરીરની બાહ્ય શુચિનું ભૂત વળગેલું હતું. “હું આનિર્જન દ્વીપ ઉપર આહાર-પાણી ક્યાંથી લાવીશ” - એ મહત્ત્વપૂર્ણ વાત એ ભૂલી ગયો હતો. તે પહેલાં તો પાણી શોધવા લાગ્યો. દ્વીપ ઉપર ભટકવા લાગ્યો. ભાગ્યથી એક સ્થળે પાણીનું ઝરણું મળી ગયું. તેણે પેટ ભરીને પાણી પીધું અને એ ઝરણાની પાસે જ પોતાનો મુકામ નિશ્ચિત કર્યો.
હવે પ્રશ્ન રહ્યો ભોજનનો. અહીં તો વૃક્ષોનાં ફળોનો આહાર મળી શકતો હતો, પરંતુ એવા પરિચિત ફળ મળે તો ને ? તે દ્વીપ ઉપર ભટકવા લાગ્યો. સૂર્ય અસ્તાચળ
શાન્તસુધારસ : ભાગ ૨
८५