________________
અહંકાર. મમત્વ અને અહંકારની જડો આપણી આત્મભૂમિના ઊંડાણમાં ફેલાયેલી છે. વટવૃક્ષની જડો કદી નિહાળી છે? કેટલી ગહન અને જમીનમાં ચારેકોર ફેલાયેલી નજરે પડે છે? એના કરતાં ય વધારે ગહન અને વધુ ફેલાયેલી મમત્વ અને વાસનાઓની જડો આત્મભૂમિમાં છે..
મમત્વની વાસના શું કોઈ એક જ પ્રકારની છે? નહીં, અનેક પ્રકારની છે. “આ મારું” એ વાસના કેટલા વિષયોને આવરીને ઊભી છે? સ્વજન મારાં, પરિજનો મારો, ધનસંપત્તિ મારી, કુટુંબપરિવાર મારો! જે જે વિષયોને પોતાના માન્યા, તેમનું
મમત્વ બંધાઈ ગયું. આવા ભિન્ન ભિન્ન મમત્વ-માધ્યમોથી માયા ઉત્પન્ન થાય છે, | લોભ પેદા થાય છે, એ જ લોભ છે અને એની રક્ષા માટે છે -માયા.
જડો બતાવી દીધી. જાણી લીધી ને? હવે એ જડોને રાખવી યા તો કાપી નાખવી એ સૌ સૌની ઈચ્છા પર નિર્ભર છે. ક્રોધ અને માનની જડ છે - અહંત્વ. “હું” નિજત્વનો - પોતાપણાનો ખ્યાલ “હું” - આવો વિચાર કેટલો ખતરનાક - ભયાનક છે? તું નીચ મને ગાળો ભાંડે છે? ‘તું અધમ મને મારવા ધારે છે?’ એટલામાં ક્રોધ ધખી ઊઠ્યો ! “મારું અપમાન? મને શું સમજે છે?” આ ઊભું થયું અભિમાન !
અહ”ની કલ્પનાથી જ ક્રોધ અને માન પેદા થાય છે. એટલા માટે ક્રોધ-માનની જડ છે - અહંકાર.
મમકાર કહો કે રાગ !
અહંકાર કહો કે દ્વેષ!
रागद्वेषावित्यपि तस्यैवान्यस्तु पर्यायः । રાગદ્વેષ મમકાર - અહંકારના જ પર્યાયો છે. આ રાગદ્વેષની જડો આત્માના અતિ ઊંડાણમાં ફેલાયેલી છે. એટલી મજબૂતાઈથી એ જડો જામી ગઈ છે કે એમને ઉખાડીને ફેંકી દેવી એ કોઈ મામૂલી વાત નથી - સરળ કાર્ય નથી.
જ્યાં સુધી રાગદ્વેષની જડો જામેલી છે, ત્યાં સુધી કષાયોનાં ઝેરી વૃક્ષો હયાભર્યા રહેશે. મમત્વ અને અહંત્વની કામનાઓ- વાસનાઓ જ્યાં સુધી પ્રબળ છે, તીવ્ર છે.
ત્યાં સુધી કષાયોની કાલિમા રહેશે જ. એટલા માટે મમકાર અને અહંકારની વાસનાઓને વીણીવીણીને બહાર ફેંકી દેવી પડશે અને ત્યારે જ કષાયોનો નાશ થશે. કષાયોને સમૂળ ઉચ્છેદવા માટે રાગદ્વેષ એટલે કે અહત્વ અને મમત્વને ભયાનક હાર આપવી પડશે. મેં હમણાં જ તમને બતાવ્યું કે એકલા રાગદ્વેષ આત્માનું કંઈ પણ બગાડી શકતા નથી. એમની સહાયક મંડળી - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને યોગ - એમની સહાયથી નુકસાન પહોંચાડે છે.
ચાલો, એ સહાયકોનો ફરીથી સંક્ષેપમાં પરિચય કરાવી દઉં. કષાયોનો - ક્રોધ માન, માયા, લોભનો પરિચય અને એમના પ્રભાવોનું વર્ણન આજે નહીં તો કાલે કરીશ.
[
આસ્રવ ભાવના
૧૦૫]