________________
મિથ્યાત્વાદિનો સંક્ષિપ્ત પરિચય: ૧. મિથ્યાત્વનું એક જ કામ છે - જીવાત્માને સુદેવ, સુગુરુ, સદ્ધર્મની ઉપર રાગ ન
કરવા દેવો. કુદેવ, કુગુરુ અને કુધર્મ ઉપર રાગ કરાવવો, જિનોક્ત તત્ત્વો ઉપર આત્મા શ્રદ્ધાન્વિત ન બની જાય એની પૂરી કાળજી આ મિથ્યાત્વ રાખે છે. ૨. બીજો સહાયક છે - અસંયમ એટલે અવિરતિ. રંગ અને રૂપથી ખૂબ જ સુંદર, દરેક મુગ્ધ-મોહિત થઈ જાય, દરેક જણ લલચાઈ જાય, એવું ગજબનું આકર્ષણ છે એમાં. મહા જાદુગર જેવી છે આ સ્ત્રી ! આખા દેવલોક ઉપર એનું વર્ચસ્વ છે. સમગ્ર નરકભૂમિ ઉપર એનું સામ્રાજ્ય છે. માનવલોક ઉપર પણ એણે વર્ચસ્વ જમાવી દીધું છે. એ ખૂબ જ સતર્ક રહે છે. કોઈને પણ હિંસા-પાપ વગેરે છોડવા દેતી નથી. કોઈ વ્રત, નિયમ યા પ્રતિજ્ઞા લેવા દેતી નથી. હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર કરવા નથી દેતી. રાગદ્વેષની કેબિનેટમાં આ સ્ત્રી તેનું પોતાનું અનોખું સ્થાન ધરાવે છે. ૩. સહાયક મંડળીનો ત્રીજો સભ્ય છે - પ્રમાદ, તેનું કાર્યક્ષેત્ર અતિ વ્યાપક છે. ખૂબ લાંબું પહોળું છે. રાગદ્વેષને પૂર્ણ સહયોગ આપીને આઠ પ્રકારનાં કર્મોના બંધનનું મહાન કાર્ય સંપાદન કરાવનાર પ્રમાદભાઈ બોલવામાં અતિ મિષ્ટ અને મધુર છે. દેશકથા, રાજકથા, સ્ત્રીકથા અને ભોજનકથાનો એ ભાઈ ખજાનો છે. ભૌતિક વિષયોના આકર્ષણના ખેંચાણની કોઈ ખામી નથી, કોઈ સીમા નથી. પાંચ ઇન્દ્રિયોની સાથે સ્વચ્છેદ વિહાર કરવામાં ખૂબ કુશળ છે, ઊંઘવામાં તો
એમનો જોટો નથી. આ પ્રમાદભાઈ પણ રાગદ્વેષના જીગરી મિત્ર છે. ૪. સહાયક મંડળના ચોથા સભ્ય છે - યોગ. તે પોતાના તન, મન અને વચન - ત્રણે માધ્યમોથી રાગદ્વેષને પૂરો સહકાર આપે છે. આઠેય પ્રકારનાં કર્મોના બંધનનું ભગીરથ કાર્ય આ યોગો દ્વારા રાગદ્વેષ ખૂબ સરળતાથી કરાવી શકે છે. ગંદા અને હલકટ વિચારો, કર્કશ અને કટુવચનો તેમ જ હિંસા - જૂઠ વગેરે પાપોનું આચરણ !
આ ચંડાળ ચોકડીના પૂરા સહયોગથી રાગદ્વેષ કર્મોના આસવમાં નિમિત્ત બને છે. અર્થાત્ આત્મામાં જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને યોગ હોય છે ત્યાં સધી રાગદ્વેષ દ્વારા ગાઢ કર્મોનો આસવ થતો રહે છે. જ્યાં સુધી જીવાત્મા સર્વજ્ઞ ભાષિત તત્ત્વાર્થ ઉપર શ્રદ્ધાવાન નથી બનતો, ત્યાં સુધી રાગદ્વેષ પ્રબળતર રહે છે અને એને કારણે પ્રચુર કમસિવ થતો રહે છે. અવિરતિનો ઉદય આત્માને પાપત્યાગની મનોવૃત્તિ પેદા થવા દેતો નથી. પાપત્યાગની પ્રવૃત્તિ કરવા દેતો નથી. એટલા માટે આત્મા નિરંતર અનંત કમથી મલીન બનેલો જ રહે છે, એને હોશ રહેતો નથી, સદ્બુદ્ધિ નથી રહેતી કે મારામાં આટલાં ગાઢ અને ચીકણાં કમનો આસવ થઈ રહ્યો છે. મન, વચન, કાયાના યોગ તો આ ત્રણેનું અનુસરણ કરે છે. ત્રણે આસવોને માનસિક, શાબ્દિક અને શારીરિક શક્તિ આપે છે અને એ શક્તિથી [ ૧૦૬
શાન્તસુધારસઃ ભાગ ૨