________________
પ્રત્યે તમે જુઓ તો પણ કરુણાભરી નજરથી જુઓ. એમના પ્રત્યે રોષ યા ગુસ્સોનારાજગી યા તો દુર્ભાવ ન રાખો. સહન કરવાની અને ક્ષમા કરવાની શક્તિ વધારતા રહો.
:
માર્દવ ઃ માનકષાય ઉપર વિજય મેળવો. મૃદુ બનો. હૃદયને કોમળ - મુલાયમ બનાવો. માન-અભિમાન હૃદયને કઠોર બનાવી દે છે. કઠોર હૃદયમાં સદ્ગુણોનાં બીજ અંકુરિત થતાં નથી. તમે તમારી નમ્રતાને યથાવત્ રાખવા માટે પ્રયત્નશીલ રહો. એ માટે તમે પોતાના દોષોને જોતા રહો, બીજાંના ગુણ જુઓ. “હું અનંત અનંત દોષોથી ભરેલો છું.” - આ ખ્યાલ તમને વિનમ્ર બનાવી દેશે.
આર્જવ ઃ સ૨ળ બનો. બાળક જેવી સરળતા જીવંત રાખો. આ એક મહાન ધર્મ છે. બાળક કેટલું નિર્દોષ હોય છે ?! એ જેવું આચરણ કરે, પોતાની માતાને બધું જ કહી દે છે, એ જ રીતે તમે પણ ગુરુજનો સમક્ષ બાળક બનીને કોઈ પણ રૂપે, ગમે તે રીતે જેટલા દોષ લાગ્યા હોય - કર્યા હોય, તે તમામ એં જ રૂપમાં એમની આગળ વ્યક્ત કરી દો. કોઈ પણ પાપને અંદર છુપાવો નહીં. આ પ્રકારની સ૨ળતા તમને પ્રસન્ન રાખશે. અનેક પાપોથી તમને બચાવી લેશે.
શૌચ : શૌચનો અર્થ છે પવિત્ર બનવું. લોભ તમને અપવિત્ર બનાવી દે છે. તૃષ્ણા તમને ગંદા બનાવે છે, એટલા માટે લોભ-તૃષ્ણાનો ત્યાગ કરો. આંતરિક પવિત્રતા -વિશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે કૃતનિશ્ચયી બનો. માત્ર શરીરશુદ્ધિ કરીને કૃતાર્થ ન બનો; પરંતુ આંતર વિશુદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહેવું એ શૌચધર્મ છે.
સંયમ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી અટકી જવું; પંચેન્દ્રિયોનો નિરોધ કરવો; ચાર કષાયોને ઉપશાંત કરવા અને મન-વચન-કાયાની અશુભ વૃત્તિઓને રોકવી એનું નામ છે સંયમ. દૃઢતાપૂર્વક સંયમધર્મનું પાલન કરતા રહેવું જોઈએ.
ત્યાગ છઠ્ઠોધર્મ છેત્યાગનો. કોઈપણ જીવાત્માની હત્યા ન કરો. કોઈ જીવાત્માને બંધનમાંનબાંધો. જીવો સાથે દયાપૂર્ણ વ્યવહાર કરો. ત્યાગનું આ એક પાસું છે. જ્યારે બીજુંપાસુ છે - સંયમી પુરુષોને કલ્પનીય ભોજન, વસ્ત્ર,પાત્ર આદિઆપવાં. સાધુ પણ અન્ય સાધુઓને પ્રાસુક ભોજન વગેરે અર્પે. આપવું એટલે ત્યાગ !
સત્ય : હિતકારી બોલો; આ સાતમો ધર્મ છે. પોતાને માટે તેમજ પારકા માટે જે હિતકર હોય તેવું જ બોલો. કેટલીક વાતો એવી હોય છે કે જે તમારે માટે હિતકારી હોય, પરંતુ અન્યને માટે અહિતકર હોય, એવી વાતો ન કરો. વિસંવાદી વાતો ન કરો. અસત્ય ન બોલો. સત્યનિષ્ઠાને મહાન ધર્મ માનો. સત્ય બોલતાં ન ડરો.
તપ તપ કરતા રહો, તમારાં કર્મો નષ્ટ થશે. પરંતુ એકાંગી તપસ્વી ન બનો.
શાન્તસુધારસ : ભાગ ૨
૧૪૬