________________
ૐ બાહ્ય તપની સાથે આપ્યંતર તપની આરાધનાને જોડી દો. અલબત્ત બાહ્ય તપ આત્યંતર તપમાં પહોંચવા માટે જ છે. બાહ્ય તપ આપ્યંતર તપમાં સહાયક હોવું જોઈએ.
બ્રહ્મચર્ય : બ્રહ્મસ્વરૂપ આત્મામાં વિરહવા માટે તમારે અબ્રહ્મનું સેવન - મૈથુનથી નિવૃત્તિ લેવી પડશે. મૈથુન-ત્યાગ મનથી પણ ક૨વો પડશે. એટલે કે મૈથુનના વિચારો પણ કરવાના નથી. એવા સ્થાનમાં જ વસવું જોઈએ કે જેથી આવા બ્રહ્મચર્યનું તમે સરળતાથી પાલન કરી શકો. ભોજન પણ એને અનુરૂપ જ કરો. તપશ્ચર્યા પણ એવી જ કરો. અધ્યયન પણ એવું... દર્શન, શ્રવણ-વાંચન બધું જ એવું હોવું જોઈએ; જેથી તમે બ્રહ્મચર્યનું પાલન સારી રીતે કરી શકો. બ્રહ્મચર્યનું પાલન તમારા તન-મનને તંદુરસ્ત બનાવશે અને તમે પરબ્રહ્મની લીનતામાં દિનપ્રતિદિન આગળ વધી શકશો.
આકિંચન્ય ઃ આ દશમો યતિધર્મ છે. એનો અર્થ થાય છે - અપરિગ્રહી બનવું. જો તમે શ્રમણ-શ્રમણી હો તો તમારે સંયમનાં ઉપકરણો સિવાય કશું જ ન તો ગ્રહણ કરવાનું કે ન તો એનો. સંગ્રહ કરવાનો. કોઈ પણ પુદ્ગલ દ્રવ્ય ઉપર મમતા ન બંધાઈ જાય એ વાતની પૂરી સાવધાની રાખીને વર્તવાનું-જીવવાનું છે.
ધર્મના આ દશ પ્રકારો આમ તો સંસારત્યાગી શ્રમણ-શ્રમણીની આરાધના માટે બનાવવામાં આવ્યા છે, પરંતુ ગૃહસ્થ પણ યોગ્યતા અને ભૂમિકા અનુસાર એની આરાધના કરી શકે છે. ભૂતકાલીન પાપોને નષ્ટ કરવા માટે અને વર્તમાનકાલીન જીવનને નિષ્પાપ અને પ્રસન્નતાપૂર્ણ બનાવવા માટે ધર્મના આ દશ પ્રકારો અદ્ભુત ઉપાયો છે.
બાર અનુપ્રેક્ષા :
અશુભ વિચારોથી મનને મુક્ત કરવા મને ખૂબ ખરાબ વિચારો આવે છે’ એમ રડવા માત્રથી મન અશુભ વિચારોથી મુક્ત નહીં થાય. એને માટે તો શુભ-પવિત્ર વિચાર કરવાનો અભ્યાસ કરવો પડશે.
આ અભ્યાસને જ અનુપ્રેક્ષા કહે છે. અહીં બાર પ્રકારની અનુપ્રેક્ષા - ભાવનાઓ બતાવવામાં આવી છે. આજે આપણે આ બાર અનુપ્રેક્ષાઓનો સંક્ષેપમાં વિચાર કરીશું.
અનિત્યતા : પ્રથમ અનુપ્રેક્ષા છે અનિત્યતા. “આ સંસારમાં સર્વ સ્થાન અને સર્વભાવ અનિત્ય છે. કશું જ નિત્ય નથી. કશું જ શાશ્વત્ નથી.” - આ વિષય ઉપર ચિંતન કરવું જોઈએ.
અશરણતા : “જન્મ, જરા અને મૃત્યુના બંધનમાં જકડાયેલા જીવને આ
સંવર ભાવના
૧૪૭