________________
શાસનદેવી પદ્માવતીજીના દિવ્ય આશીર્વાદ એ મારા માટે સંજીવની - જીવનરક્ષક ઔષધનું કામ કરે છે.
મારા પરમ ઉપકારી સ્વ. વાત્સલ્યમૂર્તિ સિદ્ધાન્તમહોદધિ આચાર્ય ભગવંતશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા તથા વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યદેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનું સતત પુણ્ય-સ્મરણ મને સર્જનાત્મક દુનિયામાં જીવવા માટે સંબલ પુરૂં પાડે છે.
મને ભરોસો ન હતો, આશા ન હતી કે આ બધું આ રીતે લખાશે. પરંતુ અશક્ય લાગતી વાત સાકાર બને છે, મુશ્કેલ લાગતું કામ સફળ થાય છે ત્યારે જે આનંદાનુભૂતિ થાય છે તે શબ્દોની પેલેપારની યાત્રા જેવો છે. અનુભવ
મારા સ્વાસ્થ્યની સતત ચિંતા કરતાં સાધ્વીજી સુલોચનાશ્રીજી પરિવાર તથા સાધ્વીજી હંસકીર્તિશ્રીજી પરિવારને પણ ભૂલી ન શકું ! મારી જીવનયાત્રામાં અને સર્જનયાત્રામાં તેઓ સાક્ષી-સહયોગી બન્યાં છે.
હજુ ‘શાન્તસુધારસ’ની છ ભાવનાઓ ઉપર લખવાનું બાકી છે, પરંતુ એ પણ પોષ સુદ પૂનમના શુભ દિવસે, મારા અંતેવાસી મુનિ ભદ્રબાહુએ શરૂ કરાવી દીધું ! ૪૯મું પ્રવચન લખાઈ ગયું અને ૫૦મું પ્રવચન લખવાનું શરૂ થઈ ગયું ! હવે તો વિશ્વાસ જાગ્યો છે કે ત્રીજો ભાગ પણ લખાઈ જશે વહેલો કે મોડો ! આ બધાનો યશ હું મારા શિષ્યોને, ભક્ત શ્રાવકોને અને મારા પ્રત્યે શુભ ભાવના ધરાવતા સૌને વહેંચી દઉં છું. આ શ્રુતજ્ઞાનની આરાધનાનું પુણ્ય, આ સહુને સમર્પી દઉં છું.
પરમાત્માને પ્રાર્થના કરું છું કે મારા અંતિમ શ્વાસ સુધી હું જ્ઞાનધ્યાનની આરાધનામાં પરમ આનંદ મેળવતો રહું અને એ આનંદ સૌને વહેંચતો રહું.
પ્રમાદ કે અજ્ઞાનના કારણે કોઈ પણ શબ્દ જિનાજ્ઞા-વિરુદ્ધ લખાઈ ગયો હોય, તેનો મિચ્છામિ દુક્કડં.
लहगुप्तसूकि
૩-૨-૯૭
અમદાવાદ.
પાન નં. : ૧૩૯, પંક્તિ નં. : ૨૨માં સુધારો ઃ "શાલિભદ્રજી તથા ધનાજીએ દીક્ષા લીધા પછી ઃ અમુક કાળ વીત્યા બાદ અનશન સ્વીકાર્યું હતું." આ પ્રમાણે વાંચવું.