________________
જ્યારે માતા, પિતા, ભાઈ, બહેન સૌ મુખ ફેરવી લે છે, પોતાના જ માણસો - સૈનિકો દીન-હીન થઈ જાય છે, ધનુષ્યબાણ સજાવનારા હાથોને લકવો થઈ જાય છે; એવા ખરાબ સમયમાં આપત્તિ-વિપત્તિની વેળાએ પણ સજ્જ-સન્સદ્ધ થઈને ધર્મ આખી દુનિયાની રક્ષા કરવા માટે તૈયાર થઈ જાય છે.' - જ્યારે પણ પિતા અને માતા તમારો તિરસ્કાર કરી દે, એ સમયે નિરાશા-હતાશ
ન બનતાં ધર્મનું શરણું લઈ લો. ધર્મ તમારી રક્ષા કરશે. ધર્મ તમને સાચો માર્ગ
બતાવશે. - જ્યારે પણ ભાઈ-બહેન તમારાથી મુખ ફેરવી નાખે ત્યારે ખિન્ન-ઉદ્વિગ્ન-સંતપ્ત
ન થવું, ધર્મનું શરણ લેજો. ધર્મ તમને શાન્તિ-સમતા અને પ્રસન્નતા આપશે. સુખ-સુવિધા આપશે.
જ્યારે તમારા સાથીદારો, સંરક્ષક આદિ અસહાય થઈ જાય, ત્યારે તેમના પ્રત્યે તમે કરુણાભાવ રાખો. તમે ધર્મશ્રદ્ધા ઉપર વૃઢ રહો, આપત્તિ-વિપત્તિમાં પણ પ્રસન્ન રહો, તમારી તમામ ચિંતાઓ ધર્મને સોંપી દઈને નિર્ભય નિશ્ચિત બની જાઓ.
ધર્મમાં શ્રદ્ધા, ધર્મનું શરણ અને ધર્મમાં સમર્પણ એટલે કે પરમાત્માના ચરણોમાં, સદ્ગુરુના ચરણોમાં અને અહિંસાદિ ધર્મોની આરાધનામાં આપણી જાતને સોંપી દેવી. આવાં અનેક દ્રષ્ટાંતો ભૂતકાળમાં જાણવા મળે છે અને વર્તમાનમાં પણ સાંભળવા-જાણવા મળે છે. જે ધર્મને શરણે જાય તે સુખ, શાન્તિ અને સંપન્નતા. પામે છે. ધર્મની ઘોષણા છે વિશ્વમાં: “તમે લોકો મારે શરણે આવો અને મન-વચનકાયાથી સમર્પિત બનીને મારી પાસે રહો, હું તમારું યોગક્ષેમ કરીશ, તમારી રક્ષા કરીશ, આપત્તિઓથી બચાવી લઈશ.” ઘર્મવૈભવને પ્રણામઃ
त्रैलोक्यं सचराचरं विजयते यस्य प्रसादादिदम् योऽत्राऽमुत्र हितावहस्तनुभृतां सर्वार्थसिद्धिप्रदः । येनानर्थकदर्थना निजमहः सामर्थ्यतो व्यर्थिता तस्मै कारुणिकाय धर्मविभवे भक्तिप्रणामोऽस्तु ते ॥६॥ જે ધર્મના પ્રભાવથી ચલ-અચલ વસ્તુઓથી યુક્ત ત્રણે લોકને જીતી શકાય છે. જે ધર્મ પ્રાણીઓને આ ભવમાં, પરભવમાં હિતકારી બનીને તમામ કાર્યોની સિદ્ધિ પ્રદાન કરે છે અને જે ધર્મ પોતાના પ્રભાવથી અનેક અનર્થોની પીડાને ભગાડી મૂકે છે, એ મહાકરુણામય ધર્મવૈભવને મારા ભક્તિભર્યા - ભાવસભર નમસ્કાર છે.
| ૨૦
| શાન્ત સુધારસઃ ભાગ ૨)