________________
ધર્મનો અચિંત્ય પ્રભાવ બતાવતાં ગ્રંથકાર ઉપાધ્યાયજી કહે છેઃ ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક -ત્રણે લોક પર વિજય પામી શકો છો. ત્રણે
લોક ઉપર વિજય પામવો એટલે મોક્ષ પામવો. સિદ્ધશિલા પર આરુઢ થવું. - ધર્મનો બીજો પ્રભાવ બતાવ્યો છે - તમામ કાર્યોની સિદ્ધિ પામવી. આ ભવમાં
અને પરભવમાં ધર્મ જ હિતકારી બનીને તમામ કાર્યોની સિદ્ધિ પ્રદાન કરે છે. - ધર્મનો ત્રીજો પ્રભાવ બતાવ્યો છે - અનેક અનર્થોની પીડાનો નાશ થવો. ધર્મને
શરણે જાઓ, તમામ પીડાઓ નષ્ટ થઈ જશે. કેવો કરૂણામય છે ધર્મ !! ધર્મની અપરંપાર કરૂણા સમજીને એ ધર્મવિભવને ભક્તિપૂર્ણ હૃદયથી પ્રણામ કરવાના છે. પ્રતિદિન પ્રણામ કરવાના છે. સર્વ પ્રકારના વૈભવોમાં ધર્મવૈભવ શ્રેષ્ઠ છે. જો તમારી પાસે ધર્મવૈભવ હોય, એટલે કે દાન-શીલતપ ભાવરૂપ ધર્મ હોય, ક્ષમાદિ ૧૦ પ્રકારનો ધર્મ હોય તો સમજવું કે તમારી પાસે ધર્મનો વૈભવ છે. તમે તમારી જાતને વૈભવશાળી માનો. તમારી જાતને રંક, દરિદ્ર ન માનો. પામર ન માનો. સાચો વૈભવ ધર્મવૈભવ જ છે. એ વૈભવને વધારતા જ રહો. . ધર્મ કલ્પવૃક્ષ છેઃ . प्राज्यं राज्यं सुभगदयिता, नन्दना नन्दनानाम्,
. रम्यं स्पं सरसकविता-चातुरी सुस्वरत्वम् । - नीरोगत्वं गुणपरिचयः सज्जनत्वं सबुद्धिम्
किं नु ब्रूमः फलपरिणति, धर्मकल्पदुमस्य ॥ ७ ॥ ધર્મ તો કલ્પદ્રુમ છે! એ બધું જ અર્પે છે. મહાન સામ્રાજ્ય, સૌભાગ્યવતી પત્ની, પુત્ર-પૌત્રોથી ભયભર્યો પરિવાર, જનપ્રિય સૌન્દર્ય, કાવ્યશક્તિ, ચતુરાઈ, વસ્તૃત્વ કલા, નીરોગિતા, ગુણગ્રાહકતા, સજ્જનતા, ઋતંભરા પ્રજ્ઞા આવાં તો કેટલાં ફળ બતાવીએ?
કલ્પવૃક્ષ તો કદાચ તમે લોકોએ જોયું નહીં હોય, એવું કહેવામાં આવ્યું છે કે મનુષ્ય જે કંઈ માગે તે કલ્પવૃક્ષ આપે છે. તેની નીચે ઊભા રહીને મનુષ્ય પોતાના મનમાં જે જે વિચારે તે તમામ એને મળે છે. પરંતુ આ ધર્મવૃક્ષ તો વગર માગે જ આપે છે. વગર વિચાર્યું આપે છે. તમે કલ્પના ન કરી શકો તેટલાં ભવ્ય - અપૂર્વ અને અપાર સુખ-સાધનો આપે છે! અહીં ગ્રંથકારે થોડાંક ફળ કલ્પવૃક્ષનાં બતાવ્યાં છે ! મહાન સામ્રાજ્ય, સુશીલ પત્ની, વિશાળ પરિવાર, જનપ્રિયતા, સૌન્દર્ય, કાવ્યશક્તિ, ચતુરાઈ, વકતૃત્વ કલા, શારીરિક નીરોગિતા, ગુણગ્રાહકતા,
ધમપ્રભાવ ભાવના
૨૬૧