________________
વૃક્ષોય છે. સ્નાનાગાર પણ છે, લતામંડપ છે, સુગંધિત પુષ્પોની બહાર સતત વહેતી. રહે છે. દેવી રત્ના પોતાના બંને પ્રેમીઓ - જિનપાલિત અને જિનરક્ષિતને દિનરાત પ્રસન્ન રાખે છે. એમની હર ઇચ્છાને પૂર્ણ કરે છે. મનુષ્ય હોવા છતાં બંને ભાઈઓ દૈવી સુખો પામે છે, પરંતુ સુખોમાં મગ્ન મનુષ્ય આવનાર દુઃખોની કલ્પના કરી શક્તો નથી - જો તેના હૃદયમાં ધર્મન હોય તો. કેટલાક મહિનાઓ વીતી ગયા.
એક દિવસે રત્નાદેવીએ બંને ભાઈઓને કહ્યું: દેવેન્દ્રની આજ્ઞા આવી છે. મારે એમની આજ્ઞા અનુસાર કેટલાક દિવસ માટે જવું પડશે. હું કામ પતાવીને જલદી આવી જઈશ. જો મહેલમાં મન ન લાગે તો ઉદ્યાનમાં જો, ત્યાં મને રાજી કરજો. પણ દક્ષિણ દિશાના ઉધાન તરફ ભૂલેચૂકેય જતા નહીં. પગ મૂકતા નહીં!' ચારે ઉદ્યાનોનું વર્ણન એક કવિ શાન્તિવિજયજીએ કર્યું છે. સાંભળો -
જો ઈહાં અરતિ ઉપજે રે લાલ, તો જાજ્યો પૂરવ બાગ રે, દોય ઋતુનાં ફળ ખાવો રે લાલ, જાગશે વિષયવિકાર રે, એ ફળને ખાધો થકાં રે લોલ, કરજો મનમાન્યા રંગરાગ રે, કામ દીપાવણ એહ છે રે લાલ મન ઈચ્છા પૂરણહાર રે. વાવ ઘણી છે એ બાગમાં રે લાલ, સરોવર ઘણાં તિણ ઠામ રે મોર બપૈયા કોયલ લવે રે લાલ, જેહની મીઠી વાણ રે... તિહાં કદા અરતિ ઉપજે રે લાલ, તો બાગ ઉત્તરમાં જાય રે, દોયતનાં સુખ ભોગવો રે લાલ જિહાં ચકવચકવો શબ્દ થાય રે. તિમ હી જ પશ્ચિમ ભાગમાં રે લોલ, દોય તનાં ફળ ખાઓ રે કીડા કર જે મનગમી રે લાલ, પણ દક્ષિણ બાગ મત જાઓ રે. તેહમાં સર્પ છે મોટકો રે લાલ, ચંડ રોદ્ર કાલિનાગ રે રખે પીડા તુમને કરે રે લાલ, મુખ તુજ પર રાગ રે. દાંત છે લોહ જ સરિખા રે લોલ, જીભ તડતડ જાણ રે, તિણ કારણ વજુ અછું રે લાલ, રખે લિયે તુજ પ્રાણ રે.. એમ એ ત્રણે બાગમાં રે લાલ, સર્વ કાલ ગહઘાટ રે, સુખશાતા ઘણી પામશો રે લાલ, જોજ્યો મારી વાટ રે.. આટલું કહીને રત્નાદેવી ચાલી ગઈ. જિનપાલિત અને જિનરક્ષિત ગહન વિચારમાં ખોવાઈ ગયા. ત્રણ દિશાઓના બાગમાં જવા કહ્યું, પરંતુ દક્ષિણ દિશાના બાગમાં જવાનો નિષેધ કર્યો! નિષેધનું કારણ પણ બતાવ્યું, છતાં પણ બંને ભાઈઓ એ બગીચામાં જવા માટે ઉત્કંઠિત થયા. રોકનાર તો કોઈ હતું નહીં. તેઓ બાગમાં પહોંચ્યા ય નથી ને પાસેથી જ ભયંકર દુર્ગધ આવવા લાગી. તેમણે બગીચામાં પ્રવેશ કર્યો તો સૌ પ્રથમ એમણે શૂળી પર ચડાવેલા એક પુરુષને જોયો. બાગમાં [૨૬૬
શાન્ત સુધારસ ભાગ ૨)