________________
સર્વત્ર હાડકાં, માંસ અને રક્ત દેખાતાં હતાં. બંને ભાઈઓ ભયથી વ્યાકુળ થઈ ગયા, શરીરમાંથી પરસેવો છૂટી ગયો. તેઓ શૂળી પાસે પહોંચ્યા અને એ પુરુષને પૂછ્યું : “તું કયા નગરનો રહેવાસી છે ? તેં કયો અપરાધ કર્યો કે તને શૂળીએ ચડાવી દેવામાં આવ્યો ?”
એ પુરુષે પ્રત્યુત્તર આપ્યો : “હું કાકંદી નગરનો રહેવાસી છું. સમુદ્રમાં મારું જહાજ ડૂબી ગયું અને હું એક પાટિયાના સહારે અહીં રત્નદ્વીપમાં આવ્યો. રત્નાદેવીએ મને પકડ્યો. કેટલોક સમય સંસારનાં સુખ ભોગવ્યાં, પણ એક દિવસે મારી એક નાનીશી ભૂલ થઈ અને મને શૂળીએ ચડાવી દેવામાં આવ્યો. હું તો હવે મરવાનો છું, પરંતુ તમે બંને ક્યાંથી આવ્યા ?”
જિનપાલિતે તેમની વાર્તા કહી સંભળાવી. બધી વાત સાંભળી એ પુરુષે કહ્યું : “જો તમારે ચંપાનગરી પહોંચવું હોય, તો પૂર્વ દિશાના બગીચામાં ચાલ્યા જાઓ, ત્યાં ‘શેલક’ યક્ષનું મંદિર છે. તમે એ યક્ષની પૂજા કરો. વિનમ્ર થઈ વિનંતી કરજો. એ તમને ચંપાનગરી પહોંચાડશે. નહીંતર આ દેવી એક દિવસ તમને બંનેને ય શૂળી પર ચડાવી દેશે.”
બંને ભાઈઓ શેલક યક્ષની પાસે ઃ
બંને ભાઈઓ એ બગીચાની બહાર આવ્યા. ઊંડા વિચારમાં પડી ગયા. જિનપાલિતે જિનરક્ષિતને કહ્યું : ‘ભાઈ, વિલંબ કર્યા વગર ચાલો શેલક યક્ષની પાસે. જો એ દેવી આવી ગઈ અને એને ખબર પડી કે આપણે દક્ષિણના બગીચામાં ગયા છીએ, તો એ આપણને બંનેને મારી નાખશે. અતિ ક્રૂર નારી છે એ. તેં જોયું ને બગીચામાં કેટલાં અસ્થિપિંજરો છે ? કેટલું માંસ અને રુધિર પડ્યાં હતાં ? કેટલા પુરુષોને ભોગવીને એણે એમને મારી નાખ્યા છે ?”
બંને ભાઈઓ તરત જ પૂર્વદિશાનાં બાગમાં પહોંચ્યા. શેલક યક્ષનું મંદિર જોઈ એમાં પ્રવેશ્યા. મંદિરમાં યક્ષની મૂર્તિ હતી. બંનેએ હૃદયથી યક્ષની પ્રાર્થના કરી, પુષ્પોથી પૂજા કરી. યક્ષ પ્રકટ થયો. બન્ને ભાઈઓ યક્ષનાં ચરણોમાં પડ્યા. “અમે બંને દુઃખી છીએ ભગવન્ ! અમારી ઉપર કૃપા કરો. અમને ચંપાનગરી પહોંચાડીને અમારી રક્ષા કરો.”
બંને ભાઈઓ દીન-હીન બનીને યક્ષની સામે હાથ જોડી ઊભા રહ્યા. યક્ષે કહ્યું : “હું તમને બંનેને ચંપાનગરી પહોંચાડી દઈશ. પરંતુ હવે તમે દેવીનો મોહ ન રાખતા. મારી પીઠ ઉપર બેસી જો. હું તમને આકાશમાર્ગે ચંપા લઈ જઈશ, પરંતુ દેવીને ખબર પડી જશે, તો તે તરત જ તમારી પાછળ આવશે. મારી પીઠ ઉપર જ્યાં સુધી તમે રહેશો અને એની સામે નહીં જુઓ, ત્યાં સુધી દેવી કશું નહીં કરી શકે. તમે ધર્મપ્રભાત ભાવના
૨૭