________________
નિર્ભય બનીને બેસજો. દેવી તમને લલચાવશે, ડરાવશે, ભય દેખાડશે.... પરંતુ તમારે એની સામે નહીં જોવાનું. જો તમે એની સામે જોશો, તો તમને મારી પીઠ ઉપરથી સમુદ્રમાં ફેંકી દઈશ અને એ ક્રૂર દેવી તમારા હજાર હજાર ટુકડા કરી નાખશે.”
બંને જણાએ કહ્યું: ‘અમને આપની વાત માન્ય છે. હવે અમારા મનમાં દેવી માટે મોહ રહ્યો નથી અને અમને આપની ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે દેવી અમારું કશુંય અહિત નહીં કરી શકે.”
શેલક યક્ષે જિનપાલિત અને જિનરક્ષિતને પોતાની પીઠ ઉપર બેસાડી દીધા અને આકાશમાર્ગે પ્રયાણ કર્યું. બંને ભાઈઓ નિશ્ચિત અને નિર્ભય બન્યા. તેમણે શૂળી ઉપર ચડેલા પુરુષનો ઉપકાર માન્યો જો તેણે અહીંથી ભાગવાનો રસ્તો બતાવ્યો ન હોત તો એક દિવસે એમને પણ શૂળી પર ચડવું પડત. તેમણે શેલક યક્ષનો ખૂબ ખૂબ આભાર માન્યો.
હજુ તો એ લોકો આકાશમાર્ગેથી જઈ રહ્યા હતા ત્યાં તો રત્નાદેવી પોતાનું વિકરાળ-ભયાનક રૂપ ધરીને, હાથમાં લાંબી તલવાર લઈને પાછળ આવી પહોંચી.
જ્યારે તે પોતાના મહેલમાં પહોંચી, તો તેણે બે ભાઈઓને ન જોયા. તરત જ તેણે પોતાના જ્ઞાન દ્વારા જાણી લીધું કે બંને જણા શેલક યક્ષની મદદથી ભાગી ગયા છે. તે ક્રોધમાં સળગી ઊઠી. એની આંખો અંગારા જેવી થઈ ગઈ. પ્રબળ અટ્ટહાસ્ય કરતી શેલક યક્ષની પાછળ દોડી. તે પાગલ જેવી બની ગઈ. હાથમાં રહેલી તલવારથી તે નિરર્થક પ્રહારની ચેષ્ટા કરવા લાગી. દંભી... વિશ્વાસઘાતી હું તમને જવા નહીં દઉં. તમારા ટુકડેટુકડા કરીને સમુદ્રમાં નાખી દઈશ. હું સમજી હતી. કે તમે સરળ અને સાચા પ્રેમી છો. પરંતુ તમે તો પ્રપંચી. દંભી અને દગાબાજ નીકળ્યા.'
જિનપાલિત-જિનરક્ષિત નિર્ભય હતા. એક શબ્દ પણ તેઓ ન બોલ્યા, દેવીની સામે જોયું પણ નહીં. યક્ષરાજ ઉપર એમને પૂર્ણ શ્રદ્ધા હતી - “જ્યાં સુધી અમે યક્ષરાજની પીઠ ઉપર છીએ ત્યાં સુધી દેવી અમારું કશું જ બગાડી શકશે નહીં.'
આજે બસ, આટલું જ.
[૨૪૮
૨૬૮]
| શાન્તસુધારસ : ભાગ ૨)
શાન્ત સુધારસ : ભાગ ૨