________________
તારી વાત ઠીક છે રક્ષિત, પરંતુ મને તો ચિંતા છે કે આપણે પાછા ઘેર જઈ શકીશું કે નહીં? જહાજ ડૂબી ગયું એની મને ચિંતા નથી. ધન નહીં કમાઈએ એની ય મને ચિંતા નથી. પરંતુ જીવનરક્ષા થઈ જાય, તો પણ ઘણું છે.” “મોટાભાઈ, ચિંતા કરવાથી શું વળે? જે થવાનું હશે તે થશે. આપણું કિસ્મત તો આપણી સાથે જ છે.”
માતા-પિતાને આપણી ચિંતા સતાવશે. તે દુઃખી થશે.” જિનપાલિત મૌન રહ્યો. તે પોતાના શરીરને.. ફાટેલાં કપડાંને જોવા લાગ્યો. બે દિવસ અને બે રાત સમુદ્રના પાણીમાં તરતા રહેવાથી શરીર ઉપર ઘા પડ્યા હતા અને વસ્ત્ર જર્જરિત થઈ ગયાં હતાં.
એ વખતે એક દિવ્ય સ્ત્રી અચાનક ત્યાં આવી ચડી. તેના હાથમાં તલવાર હતી, આંખો એની લાલ હતી. એનો દેખાવ વિકરાળ અને વિરૂપ હતો. એ આમની પાસે આવી અને બોલી, ‘હેમાકંદી શ્રેષ્ઠીના પુત્રો, આ રત્નદ્વીપ છે અને હું આ રત્નદ્વીપની અધિષ્ઠાયિકા રત્નાદેવી છું.' રત્નદ્વીપ પર રત્નાદેવી:
રત્નાદેવીએ કહ્યું “તમે બંને ભાઈઓ મારી સાથે મારા મહેલમાં ચાલો. હું કહું એમ જો તમે કરશો, તો સુખભોગ પામશો અને કહ્યું નહીં માનો, તો બેય જણને મારીને સમુદ્રમાં ફેંકી દઈશ. સમજ્યા?” બે ભાઈઓએ રત્નાદેવીની વાત માની અને એના મહેલમાં ગયા. દેવીએ બંનેને સ્નાન કરાવ્યું, સુંદર વસ્ત્રો પહેરાવ્યાં. અશુચિ પુદ્ગલ દૂર કરીને રત્નાદેવીએ બંનેની સાથે ભોગવિલાસ કર્યો.
ઉત્તમ નિવાસ, ઉત્તમ વસ્ત્રો, ઉત્તમ આભૂષણો અને એવું જ ઉત્તમ ભોજન અને દેવી સાથે શ્રેષ્ઠ ભોગવિલાસ! ભૌતિક દૃષ્ટિથી તો બંને ભાઈઓને સર્વ પ્રકારનું સુખ મળ્યું. જિનરક્ષિત દેવીને વધારે ચાહવા લાગ્યો. જિનપાલિત પોતાના મનમાં વિચારવા લાગ્યો - “આ દેવી સાથે અમારો કોઈ પૂર્વપરિચય નથી, તો પણ અમને આટલું બધું સુખ શા માટે આપી રહી છે? આ દેવી છે, એની પાસે દિવ્ય શક્તિ પણ છે. અમારાથી વધારે સ્વરૂપવાન અને બળવાન પુરુષો એને મળી શકે તેમ છે સુખ ભોગો માટે, તો પણ એ મારી સાથે આટલો પ્રેમ શા માટે કરે છે? મારી સમજમાં કશું આવતું નથી. પણ મારા હૃદયમાં એક અવ્યક્ત ભય ઉત્પન્ન થયો છે. જિનરક્ષિત તો દેવીના મોહમાં ડૂબી ગયા જેવો જ છે. કોઈ વાત વિચારવા જ તૈયાર નથી. ખેર, જોઈએ. આગળ શું થાય છે?”
રત્નાદેવીનો મહેલ ભવ્ય મહેલ છે. સર્વ સુવિધાઓથી પરિપૂર્ણ છે. મહેલની ચારે દિશાઓમાં ચાર મોટા સુંદર ઉદ્યાનો છે. પુષ્પો, વેલીઓ છે. ખાધ ફળોનાં
ધમપ્રભાવ ભાવના
૨૫