________________
તે મોક્ષગામી હોય છે. I ધ્યાનરૂપ સતત વૃષ્ટિથી, દયારૂપ સરિતામાં જ્યારે ઉપશમરૂપ ઊંચાં તરંગો ઊછળવા લાગે છે ત્યારે તટ ઉપર આવેલાં વિકારવૃક્ષો જડમૂળમાંથી ઊખડી જાય છે. જે જગત સ્વભાવને જાણે છે, નિર્લિપ્ત છે, નિર્ભય છે, સ્પૃહારહિત છે અને વૈરાગ્ય ભાવનાથી ઓતપ્રોત છે, એ જ આત્મા ધ્યાનમાં નિશ્ચલ રહી શકે છે. એવો મહાન આત્મા જે વેગથી ધર્મધ્યાન તરફ અગ્રેસર થાય છે ત્યારે ઉપશમ રસનું પ્રલયકારી પૂર આવે છે અને તેમાં વિકાર-વાસનાનાં વૃક્ષો પળવારમાં
ધરાશાયી બની જાય છે. . જે ગુણ જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમકિતધારી સાધુ પણ પ્રાપ્ત નથી કરી
શકતો એ ગુણ ઉપશમયુક્ત સાધક સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.
ચાર ચાર માસના નિર્જલ-નિરાહાર ઉપવાસની ઘોર તપશ્ચર્યા પછી ચાર મુનિવરોએ સંવત્સરીના દિને ખાનાર કુરગડુ મુનિના પ્રત્યે ધૃણાભાવ પ્રકટ કર્યો તો તે અનુપશાન્ત બન્યા. પરિણામ એ આવ્યું કે કેવળજ્ઞાનની મંજિલ તેમનાથી દૂર ચાલી ગઈ, જ્યારે ઉપશમરૂપ જલાશયમાં ડૂબકી મારનાર કુરગુડ મુનિ ખાતા ખાતા પણ કેવળજ્ઞાનના અધિકારી બની ગયા. . લગાતાર - અવિશ્રાન્ત તપશ્ચર્યા કરનારા અને ભયંકર જંગલમાં અનેક પ્રકારનાં
કષ્ટ-અનિષ્ટોનો સામનો કરનારા - સહન કરનારા બાહુબલી મુનિમાં કયા જ્ઞાનની ખામી હતી? શું ધર્મધ્યાન કર્યું ન હતું? શું તે તપશીલથી યુક્ત ન હતા? તેમનામાં બધું જ હતું, ન હતી માત્ર ઉપશમવૃત્તિ. ઉપશમ રસનો એમનામાં અભાવ હતો. ફળસ્વરૂપ કેવળજ્ઞાનની જ્યોતિ પ્રજ્જવલિત ન થઈ. પરંતુ ઉપશમવૃત્તિનો પ્રાદુર્ભાવ થતાંની સાથે જ કેવળજ્ઞાન પ્રદ્યોત પ્રકટ થઈ ગયો ! સ્વયંભૂરમણ સમુદ્ર સાથે સ્પર્ધા કરનાર અને નિરંતર વૃદ્ધિગત થનારા શમભાવથી જે યુક્ત છે એવા શ્રેષ્ઠ સાધકની તુલના આ ચરાચર જગતમાં કોઈનીય સાથે કરી શકાય નહીં. જેમ જેમ સમભાવમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ સાધક આત્મા અગમ-અગોચર સુખદાયી કૈવલ્યશ્રીની નજીક પહોંચવા ગતિશીલ થઈ જાય છે. એ આ વિશ્વના પાર્થિવ જગતમાં રહેતો હોવા
છતાં સ્વેચ્છાપૂર્વક મોક્ષસુખનો આસ્વાદ લેતો રહેતો હોય છે. 1 ઉપશમના સુભાષિતરૂપ અમૃતથી જેનું મન દિવસ-રાત સિંચિત રહે છે, તે
રાગરૂપી સર્પના ઝેરી ફૂંફાડાથી દાઝતો નથી - બળતો નથી.
સંવર ભાવના
૧૭૩