________________
॥ જે દરરોજ ઉપશમથી ભરપૂર ગ્રંથોનું અધ્યયન-મનન કરે છે એના મનમાં ભૌતિક વિષયો પ્રત્યે આસક્તિ, રતિ અને સ્નેહની વિહ્વળતા ઊભરાતી નથી. મહામુનિ સ્થૂલભદ્રજી સમક્ષ એક જ કક્ષ અને એકાન્તમાં નગરવધૂ કોશા સોળે શણગાર સજીને નૃત્ય કરતી રહી. પોતાનાં નયનબાણ અને કમનીય કાયાની ભાવભંગિમાથી રીઝવતી રહી, પરંતુ સ્થૂલભદ્રજી ક્ષણભર પણ વિચલિત ન થયા. અંત સુધી ધ્યાનયોગમાં અચલ-અડગ રહ્યા. આ કેવી રીતે સંભવિત બન્યું ? કેવળ ઉપશમરસથી યુક્ત શાસ્ત્રપરિશીલનમાં એમની તલ્લીનતાને કારણે ! મહિનાઓ સુધી ષડ્રેસયુક્ત ભોજન ગ્રહણ કરવા છતાં પણ ઉન્મત્ત કામનું એક પણ બાણ એમને ભેદી શક્યું નહીં.
ઉપશમ ભાવથી માત્ર ક્રોધ જ નહીં સર્વ આંતરશત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકો છો. એટલા માટે ઉપશમ ભાવ પ્રાપ્ત કરીને એને સુરક્ષિત રાખવો જોઈએ. વૈરાગ્યની ઉત્કૃષ્ટ દશા :
આમ તો ઉપશમ અને વૈરાગ્ય પર્યાયવાચી શબ્દો છે. છતાં પણ ગ્રંથકારે જુદી રીતે વૈરાગ્યની ઉત્કૃષ્ટ દશાની ઓળખાણ ક૨વા કહ્યું છે, તો પછી ઓળખાણ કરાવવી જ પડશે.
‘પ્રશમરતિ’ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે -
दृढतामुपैति वैराग्यभावना येनयेन भावेन ।
तस्मिन् तस्मिन् कार्यः काय - मनोवाग्भिरभ्यासः ।। १६ ।। અંતઃકરણના જે જે વિશિષ્ટ પરિણામોના માધ્યમથી (જન્મ, જરા, મૃત્યુ, શરીર ઇત્યાદિની આલોચના-ચિંતન વગેરેથી) વૈરાગ્ય ભાવના સ્થિર બનતી હોય એ કાર્યમાં મન-વચન-કાયાથી અભ્યાસ પ્રયત્ન કરવો જોઈએ.
પ્રતિદિન એક જ કાર્ય કરો - વૈરાગ્યની ભાવનાને વાસના બનાવી દો. મનથી, વચનથી અને તનથી આ એક જ કામ કરવા જેવું છે. જ્યારે વૈરાગ્યની ભાવના વાસનાના રૂપમાં પરિવર્તિત થઈ જશે ત્યારે આપોઆપ વૈરાગ્ય સ્થિર થઈ જશે. જેમ જેમ વૈરાગ્ય વાસનારૂપ થતો જશે તેમ તેમ રાગદ્વેષની વાસના નષ્ટ થતી જશે. રાગદ્વેષની અનાદિકાલીન વાસનાઓ ઉપર મન-વચન-કાયાથી પ્રહારો કરતા રહો. મનથી એવું જ ચિંતન કરો. વાણી પણ એવી જ ઉચ્ચારો અને પાંચ ઇન્દ્રિયોથી એવાં જ કાર્યો કરો કે જેથી રાગવાસનાનું વિસર્જન થાય અને દ્વેષની સળગતી આગ હોલવાઈ જાય.
આ સંકલ્પ કરો, મજબૂત - દૃઢ નિર્ણય કરો કે મારે વૈરાગ્યની ભાવનાને વાસનામાં પરિવર્તિત કરવી છે. મારે વૈરાગ્ય ભાવનાને સુદૃઢ બનાવવી છે. જ્યાં
૧૭૪
શાન્તસુધારસ : ભાગ ૨