________________
संयमेन विषयाविरतत्त्वे दर्शनेन वितथाभिनिवेशम् । ध्यानमार्तमथ रौद्रमजस्रं चेतसः स्थिरतया च निरुंध्याः ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્ત સુધારસ'માં સંવર ભાવનાની પ્રસ્તાવનામાં કહે છે: “ઇન્દ્રિયો વિષય અને અસંયમના આવેગોને સંયમથી દબાવી દે. સમ્યકત્વથી મિથ્યાત્વને અને આત-રૌદ્રધ્યાનને સ્થિર ચિત્તથી નિયંત્રિત કર.” વૈરાગ્યનાં કારણો :
કાલે મેં બતાવ્યું હતું કે ઇન્દ્રિયનિગ્રહ, વિષયલોલુપતા અને અસંયમને દબાવવા માટે - નાશ કરવા માટે વૈરાગ્ય’ શ્રેષ્ઠ ઉપાય છે અને વૈરાગ્ય પામવા માટે આઠ પ્રકારની વિષમતાઓનું ચિંતન આવશ્યક છે.
આજે સૌ પ્રથમ તો એ વિષમતાઓ બતાવીશ. ૧. દેશની વિષમતા :
પ્રથમ વિષમતા છે - દેશની. સમગ્ર વિશ્વના દેશ-પ્રદેશ એકસરખા નથી હોતા. એક દેશ ધનધાન્ય અને નદીસરોવરોથી હર્યોભર્યો હોય, સુંદર હોય, તો બીજો પ્રદેશ દુષ્કાળ, નિર્ધનતા અને પથ્થરોથી ઘેરાયેલો દુઃખમય હોય. કોઈ દેશમાં શાન્ત, પ્રસન્ન, ઉદાર અને પ્રેમભરી પ્રજા જિંદગીને મજાથી જીવતી હોય છે, તો કોઈ દેશમાં પ્રજા અશાન્તિ, ક્લેશ, સંકીર્ણતા અને વેરવિરોધની ભભકતી આગમાં શેકાતી હોય છે. કેવી વિષમતા છે ધરતીના ભિન્ન ભિન્ન ભાગોમાં? વિચારજો, શાન્ત ચિત્તે વિચારજો..
જીવનાં શુભ-અશુભ કેમ એને સારા-ખોટા દેશમાં જન્મ આપે છે. આજે ભલે તમે સારા દેશમાં હો, પરંતુ સદાય માટે સારા દેશમાં જન્મ મળે જ એવો નિયમ નથી. કોઈ વાર તમારો જન્મ કાશમીરમાં થાય, તો કોઈક વાર આફ્રિકાનાં જંગલોમાં પણ થઈ શકે છે. કોઈ વાર તમે ભારતની પવિત્ર ધરતી ઉપર પેદા થાઓ, તો કોઈ વાર હિંસા-કૂરતાભય ઇજિપ્ત, ઈઝરાયેલ જેવા દેશોમાં પણ જન્મ ધારણ કરો. એવા દેશમાં જન્મવું પડે, રહેવું પડે. કોઈ પણ દેશ વચ્ચે સમાનતા નથી. ૨. કુળની વિષમતા:
બધા જીવાત્માઓને એકસરખાં - સમાન કુળમાં જન્મ મળતો નથી. કોઈ ઉચ્ચ કુળમાં પેદા થાય છે, તો વળી કોઈ નીચ કુળમાં જન્મે છે. કોઈ ઉચ્ચ કુળમાં જન્મ પામીને ખરાબ કર્મો કરે છે, તો કોઈ નીચ ગોત્રમાં જન્મીને પણ ઉત્તમ કાર્ય કરે છે, સંસારની આ અપરિહાર્ય વિષમતા છે. આ વિષમતાને ન તો ‘સામ્યવાદ દૂર કરી શકે છે કે ન તો સમાજવાદ દૂર કરી શકે છે. જાતિ અને કુળની વિષમતા જોઈને [ સંવર ભાવના
૧૫૫]