________________
પ્રજ્ઞાવંત પુરુષને આ સંસાર પ્રત્યે અનુરાગ પેદા થતો નથી. ૩. દેહની વિષમતા :
કોઈની કાયા સુલક્ષણી હોય છે, તો કોઈની ખરાબ લક્ષણવાળી ! કોઈનું શરીર બેડોળ, તો કોઈનું સુંદર. શું આ વિષમતા બાવળના શૂળની જેમ ભોંકાય એવી નથી? એક માણસ સુંદર, સુડોળ અને મનમોહક લાગે છે, તો બીજો માણસ કુરૂપ, બેડોળ અને જોવામાં-દેખાવમાં પસંદ પડતો નથી. માનવ-માનવ વચ્ચેની આ વિષમતા શું બુદ્ધિશાળી માણસને અકળાવી દેતી નથી? આ વિષમતા જોઈને કોની ઉપર રાગ કરવો અને કોની ઉપર દ્વેષ કરવો? વિષમતા પ્રત્યે વૈરાગ્ય જ પેદા થાય
૪. વિજ્ઞાનની વિષમતા :
એક બુદ્ધિશાળીપુરુષ વિશ્વનાં તત્ત્વોનું સૂક્ષ્મચિંતન,મનન અને પર્યાલોચનકરી લે છે. નવા નવા ભૌતિક-આધ્યાત્મિક આવિષ્કારોથીવિશ્વને આશ્ચર્યચકિત કરી દેછે, તો બીજો માણસ અજ્ઞાનના ગહન તિમિરમાં અથડાતો પોતાના પડછાયાને ય ઓળખી શકતો નથી. એક માણસ પોતાની સ્મૃતિ અને ધારણાની અપાર શક્તિથી હજારો ગ્રંથોને યાદ રાખી લે છે, તો બીજો માણસ પોતાના નામ સુદ્ધાં ને ભૂલી જાય છે! જીવજીવ વચ્ચેની આ કેવી અસહ્ય અસમાનતા છે? કેટલી કરુણ વિષમતા છે? ૫. આયુષ્યની વિષમતાઃ
પાંચમી વિષમતા છે : આયુષ્યની. એક જીવાત્માનું દીર્ઘ આયુષ્ય હોય છે, તો બીજાનું અલ્પ હોય છે. એક વ્યક્તિ સો વર્ષ પૂરાં કરે છે, તો બીજો વળી માતાના ઉદરમાં જ મરી જાય છે. એક વૃદ્ધાવસ્થામાં જીવન વિતાવે છે, તો બીજો જવાનીમાં જ મરી જાય છે. બધા જીવોનો જીવનકાળ સમાન નથી હોતો આ સંસારમાં. બુદ્ધિમાનોનું કાળજું ચીરી નાખે એવી આ સંસારની વિષમતા છે, પછી આવા સંસાર માટે પ્રેમ કેવી રીતે વરસે ? જીવ-જીવ વચ્ચેના જીવનકાળની અસમાનતાનું ચિંતન, ભવવૈરાગ્ય ઉત્પન્ન કરે છે. ૬. બળની વિષમતા :
એક માણસની પાસે અસાધારણ શરીરશક્તિ હોય છે, તો બીજો માણસ પોતાના શરીરનો ભાર પણ ઉપાડી નથી શકતો. એક માણસ હજારો શત્રુઓનો સામનો કરી શકે છે, જ્યારે બીજો માણસ એકાદ દુશમનનેય જીતી શકતો નથી. માણસ-માણસ વચ્ચે બળની અસમાનતા તો છે જ. દેવ અને માણસ, મનુષ્ય અને જાનવર, જાનવર અને નરક. ચાર ગતિના જીવોમાં પણ ભારે વિષમતા છે. | ૧૫૬
આ શાન્તસુધારસઃ ભાગ ૨)