________________
જીવોની શારીરિક શક્તિ સમાન નથી હોતી. આ અસમાનતા પ્રજ્ઞાવંત પુરુષો માટે વૈરાગ્યનું કારણ બની બેસે છે. ૭. ભોગની વિષમતા:
સાતમી વિષમતા છે ભોગની. જેમ કે બે વ્યક્તિઓની પાસે પાંચે ઈન્દ્રિયોના વિષયસુખ એક સમાન હોય છે, પરંતુ બંને એ સુખોને એકસરખી રીતે ભોગવી શકતા નથી. એક મનુષ્ય એ સુખોને થાક્યા વગર ભોગવતો જ રહે છે, જ્યારે બીજો માણસ ભોગવ્યાં ન ભોગવ્યાં અને સુખોથી થાકી જાય છે. ઇચ્છા હોવા છતાં પણ સામે પસંદગીનું ભોજન હોય તો પણ ખાઈ શકતો નથી. સામે સ્વર્ગનું રૂપ અને યૌવન હોવા છતાં પણ એને એ ન તો જોઈ શકે છે, ન તો એને સ્પર્શ કરી શકે છે. સુખભોગમાં પણ કેટલી વિષમતા હોય છે? એ રીતે ભોગસુખોને પ્રાપ્ત કરવામાં પણ વિષમતા! એકની પાસે વિપુલ પ્રમાણમાં ભોગસામગ્રી હોય છે, જ્યારે બીજાની પાસે અતિઅલ્પ પણ સુખસામગ્રી હોતી નથી. આ રીતનું વૈષમ્ય દર્શન આત્મામાં વૈરાગ્યને જાગૃત કરે છે. ૮. વૈભવની વિષમતા :
આ આઠમી વિષમતા છે. એક મનુષ્યની પાસે હીરા-મોતી, સોનું-ચાદી અને બાગ-બગીચાનો પાર નથી હોતો, બીજા માણસની પાસે ખાવા માટે બે ટંકની રોટી પણ હોતી નથી અને સૂવા માટે બે ગજ જમીન પણ નથી હોતી. એક માણસ મખમલની ગાદી પર આળોટતો હોય છે, જ્યારે બીજાની પાસે તૂટેલી કંથાગોદડી પણ નથી હોતી. એકની પાસે પહેરવા સુંદર મૂલ્યવાન વસ્ત્રોનો પાર હોતો નથી, તો બીજાની પાસે શરીર ઢાંકવા માટે કપડાનો ટુકડો નથી હોતો. કેવી મન દુભાવનારી અકળાવનારી આ વિષમતા છે ! વિવેક મનુષ્યને ભલા આ સંસાર ઉપર રાગ કેવી રીતે થશે?
આ રીતે વૈરાગ્યને દૃઢ કરતાં ઇન્દ્રિયોનો નિગ્રહ કરો, વિષય-આસક્તિને દૂર કરો. અસંયમને દબાવી દો. ગ્રંથકારે બીજી વાત કરી છે. મિથ્યાત્વને સમ્યક્તથી દૂર કરો. મિથ્યાત્વ અને સમ્યકત્વઃ મિથ્યાત્વ પરિભાષા કરતાં ‘ગુણસ્થાનક ક્રમારોહ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે
अदेवागुरुर्वधमेषु या देवगुरुधर्मधीः । तन्मिथ्यात्वं भवेद्रव्यक्तं अव्यक्तं मोहलक्षणम् ॥ જે વાસ્તવમાં પરમાત્મતત્ત્વ નથી એને પરમાત્મતત્ત્વ માનવું, જે સાચું ગુરુતત્ત્વ
સંવર ભાવના
૧૫૭