________________
ભોજન કરે છે, એનાથી મળમૂત્રાદિ ગંદા પદાર્થોનું નિર્માણ થતું જ રહે છે. સાત ધાતુઓ બનતી જ રહે છે.
सयलकुहियाण पिंडं किमिकुलकलियं अउव्वदुग्गंधं ।
मलमुत्ताण गेहं देहं, जाणेह असुइमयं ॥' તું આ શરીરને અપવિત્ર સમજ. આ શરીર કુત્સિત નિંદનીય વસ્તુઓનો સમુદાય છે, કૃમિ વગેરે જીવોથી-કીડાઓથી ભરેલો છે. અત્યંત દુર્ગધમય છે, મળમૂત્રનું ઘર છે.
स्नायं स्नायं पुनरपि पुनः स्नान्ति शुद्धाभिरद्भिवारं वारं बत ! समलतनुं चन्दनै रर्चयन्ते । मूढात्मनो वयमपमलाः प्रीतिमित्याश्रयन्ते, नो शुद्धयन्ते कथमवकरः शक्यते शोद्धमेव ॥ २ ॥ મૂર્ખમનુષ્ય વારંવારનાન કરીને શરીરને સ્વચ્છ બનાવે છે. ચંદનનો લેપ કરીને પોતાની જાતને પવિત્ર સમજે છે. પરંતુ આ એની નરી ભ્રમણા જ છે. કચરાના ઢગલાને સ્વચ્છ કરી શકાતો નથી. શરીર - ગંદકી-કચરાનો ઢગલો :
શરીરને સ્વચ્છ-નિર્મળ રાખવા માટે મનુષ્ય દિવસમાં વારેવારે સ્નાન કરે છે. વારંવાર શરીર ગંદું થાય છે એટલા માટે વારેવારે સ્નાન કરવું પડે છે ને? ગંદાદુગંધમય શરીરને સુગંધી બનાવવા માટે પ્રાચીન કાળમાં ચંદનનું વિલેપન કરવામાં આવતું. આજકાલ એને અત્તર - સેન્ટ' વગેરેના પ્રયોગથી સુગંધિત કરવામાં આવે છે. શરીર અને વસ્ત્રો ઉપર “સેન્ટરનો “” કરવામાં આવે છે. કેટલોક સમય સુગંધમય બની જાય છે, પરંતુ પાછળથી દુર્ગંધમય બની જાય છે. કચરાનો ઢગલો - અપવિત્ર વસ્તુઓ ક્યાં સુધી સુગંધિત રહી શકે ? કચરાના ઢગલાને કદી સ્વચ્છ, નિર્મળ બનાવી શકાય? જો કરી શકાતો હોય તો એને કચરાનો ઢગલો કહી શકાય ?
ભલેને તમે સ્નાન કરો, સુગંધિત પદાર્થોથી શરીરને સુવાસિત કરો, પરંતુ આ સમજી લો કે શરીરની અંદર અશુચિ - ગંદા પદાર્થો ભર્યા પડ્યા છે.
બાહ્યરૂપે શરીરને વ્યાવહારિક ભૂમિકા ઉપર સ્વચ્છ કરવું પડે છે. એટલા માટે સ્નાનાદિ કરીએ છીએ. સંસારના વ્યવહારોમાં અને ધર્મના પણ બાહ્ય વ્યવહારોમાં શરીરની બાહ્ય સ્વચ્છતા અપેક્ષિત માનવામાં આવી છે. પરંતુ એનાથી દેહાસક્તિ - શરીરરાગ વધવો ન જોઈએ. કોઈ વાર દુશ્મનને પણ ખવડાવવું-પીવડાવવું પડતું પર
છે. શાન્તસુધારસઃ ભાગ ૨