________________
જુઓ સિનેમાઘરોમાં, અને હવે તો ઘેરઘેર ઘૂસેલાં ટી.વી. જુઓ. ટી.વી.ના પડદા ઉપર, સિનેમાના પડદા ઉપર સ્ત્રી શરીરને કેટલું બીભત્સ...નિર્લજ્જ બતાવવામાં આવે છે ? અને દુનિયાની કરોડો સ્ત્રીઓ તીવ્ર રસથી એ જોતી હોય છે ! પુરષો તો જોશે જ! ન તો પ્રજા આને રોકે છે, ન સરકાર પ્રતિબંધ મૂકે છે. સ્ત્રી શરીરમાં આસક્ત લોકો જ સરકારમાં ઊજળા વસ્ત્ર પહેરીને સજ્જન હોવાનો દંભ કરીને | બેઠેલા હોય છે !
શરીર સૌંદર્યનો આ ભરપૂર પ્રચાર-પ્રસાર જે દેશ-દુનિયામાં થઈ રહ્યો છે, એ અનેક માધ્યમો દ્વારા થઈ રહ્યો છે. ત્યાં મારે મનુષ્યદેહની અંદર જે ગંદકી ભરી છે. જે અશુચિ ભરી પડી છે, એની વાતો કરવી છે. કદાચ તમે બુદ્ધિશાળી લોકો મારી વાત ઉપર હસશો, કોઈ મને મૂર્ખ પણ માની બેસે! માનો, જે માનવું હોય તે માનો. મારે તો આધ્યાત્મિક દ્રષ્ટિથી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જે વાસ્તવિક છે એ બતાવવું છે. ભલે થોડાક લોકો મારી વાત સમજે - આમ પણ જ્ઞાની લોકો દુનિયામાં થોડાક જ હોય છે ને? શરીર - મદિરાનો ઘડોઃ
ઉપાધ્યાયજીએ શરીરને મદિરાના - શરાબના ઘડાની ઉપમા આપી છે. એ પણ છિદ્રવાળો ઘડો ! છિદ્રવાળા ઘડામાંથી શરાબ ટપકતી રહે છે. શરાબથી ભરેલો ઘડો જેવી રીતે અસ્વચ્છ, ગંદો હોય છે; એવી રીતે શરીર પણ ગંદું હોય છે. ગંદા ઘડાને ગંગાજળથી સાફ કરવામાં આવે અથવા માટીથી સાફ કરવામાં આવે, તો પણ પવિત્ર નથી બનતો. એ રીતે શરીર ગંદાં હાડકાં, મળમૂત્ર, શ્લેખ, ચામડી, રક્ત એવા અપવિત્ર પદાર્થોથી લિપ્ત છે. એને સાફ કરવા ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ એ શુદ્ધ નહીં થાય. ગંદકી દૂર થતી જ નથી. પ્રશ્નઃ આજકાલ તો શરાબ સારી બાટલીઓમાં આવે છે.
ઉત્તરઃ આ દેશી શરાબની વાત છે. ગેરકાયદેસર શરાબ બને છે ને? એ પીને વધારે લોકો મરે છે. છાપાઓમાં વાંચો છો ને? વધારે શરાબ પીનારાના મુખમાંથી દુર્ગધ પણ આવે છે. આવા લોકો હોશ ખોઈને જમીન ઉપર આળોટે છે. મિથ્યા બકવાસ કરે છે. એવા ગરીબ લોકો ઘડાનો શરાબ પીએ છે. એ ઘડો તમે જોજો. જો કદાચ મળી જાય તો ગંગાજળથી ધોજો ! અગર તો નળના પાણીથી ધોજો, જોજો પછી, એની બદબૂ જાય છે ખરી?
સંભવ છે કે આજકાલ એવી દવાઓ નીકળી છે કે જેથી શરાબની બાટલીઓ - શરાબના ઘડાઓ સાફ કરવામાં આવે છે. પરંતુ શરીરની અંદર જે મળમૂત્ર વગેરે ગંદા પદાર્થો ભર્યા છે એ સાફ ન કરી શકાય. કારણ કે મનુષ્ય જે પાણી પીએ છે, [ અશુચિ ભાવના
૫૧]