________________
શ્રીરામને કહ્યું હે નાથ, આપ મારા અતિથિ છો. હું ગોકર્ણ નામનો યક્ષ છું. આપને માટે જ મેં નગરી બનાવી છે. આપ જ્યાં સુધી અહીં રહેશો ત્યાં સુધી હું રાતદિન મારા પરિવાર સાથે આપની સેવા કરીશ. એટલા માટે આપની ઈચ્છા અનુસાર આપ અહીં સુખપૂર્વક રહો.'
આ શું હતું? ધર્મનો જ પ્રભાવ હતો. શ્રીરામ મોક્ષગામી આત્મા હતા. સીતાજી મહાસતી હતા - તે ધર્મમૂર્તિ હતાં. ધર્મના પ્રભાવથી જ જંગલ નગરમાં પરિવર્તિત થઈ ગયું ! ધર્મના પ્રભાવથી આગ પાણી બની ગયું:
હવે બીજો પ્રભાવ સાંભળી લો. અયોધ્યામાં એક દિવસ લક્ષ્મણ, સુગ્રીવ, વિભિષણ, હનુમાન અને અંગદ વગેરે મળીને શ્રીરામને વિનંતી કરી હે પૂજ્ય, દેવી સીતા દૂર દેશમાં છે, લવકુશ અહીં છે. પતિ અને પુત્રોના વિરહમાં એ ખૂબ જ પરેશાનીમાં પોતાનો સમય વ્યતીત કરતાં હશે. જો આપ આજ્ઞા કરો તો અમે એમને અહીં લઈ આવીએ. નહીંતર પતિ અને પુત્રોના વિરહમાં અતિવ્યથિત થઈને જીવન સમાપ્ત પણ કરી દે. એમનું મૃત્યુ થઈ શકે છે.
રામચંદ્ર કંઈક વિચાર કરીને કહ્યું : “જાનકીને એમ તો કેવી રીતે અહીં લાવી શકાય? એના શિરે લોકાપવાદ છે. તે ખોટો સાબિત થાય તો પણ ખૂબ વિઘ્નકર્તા છે. હું માનું છું કે સીતા મહાસતી છે. એ પણ પોતાને નિર્મળ સમજે છે. હું ઈચ્છું છું કે સર્વ લોકોની સામે એ દિવ્ય કરે અને એની સાથે મારો ગૃહવાસ થાય.” સૌએ શ્રીરામની વાત માની લીધી. સૌએ મળીને સુગ્રીવને સીતાજીને લઈ આવવા પુંડરીકપુર મોકલ્યા.
સુગ્રીવ પુષ્પક વિમાનમાં બેસીને પુંડરીકપુર પહોંચ્યા. સીતાને પ્રણામ કરીને નિવેદન કર્યું, હે દેવી! શ્રીરામચંદ્રજીએ આપને માટે પુષ્પક વિમાન મોકલ્યું છે. આપ અયોધ્યા પધારો.' સીતાજીએ દુઃખી અને પ્લાન અને કહ્યું: ‘રાજનું! હજુ પણ મને કપટથી અરણ્યમાં મોકલી તેનું દુઃખ છે. તો પછી ફરી દુઃખ આપનાર શ્રીરામ પાસે કેવી રીતે આવું?”
સુગ્રીવે નમન કરીને નમ્રભાવે કહ્યું “હે મહાસતી આપનો કોપ શાન્ત થાઓ. આપને દિવ્ય' કરીને તે દ્વારા શુદ્ધિ સિદ્ધ કરવા શ્રીરામ અને સર્વ નગરજનો અયોધ્યાના બાહ્ય પ્રદેશમાં મંડપમાં રાહ જોઈ રહ્યા છે.”
સીતાજી દિવ્ય કરીને, વિશુદ્ધ ચારિત્ર સિદ્ધ કરી દેવા તત્પર હતાં જ. તે પુષ્પક વિમાનમાં બેસી ગયાં અને અયોધ્યાની બહારના પ્રદેશમાં મહેન્દ્રોદય’ ઉદ્યાનમાં ઊતર્યા. ત્યાં લક્ષ્મણજી આદિ સર્વ રાજાઓએ સીતાજીને અધ્યે સમર્પિત કરીને
૨૮૪
શાન્તસુધારસ: ભાગ ૨