________________
હવે એનો ઉપયોગ કરી લેવાની વાત કરે છે. તન કરતાં મન વધારે મૂલ્યવંતું છે. તન ગમે તેટલું સુંદર હોય, બળવાન હોય, પરંતુ મન વિક્ષિપ્ત હોય, પાગલ હોય તો? મનુષ્યની કોઈ કિંમત થતી નથી, તો પણ માણસ મનની સંભાળ રાખતો નથી. ગંદા શરીરની સંભાળ વધારે રાખે છે.
આ તનની રચના જ ગંદા પદાર્થોમાંથી થયેલી છે. સ્ત્રીપુરુષનાં રજ અને વીર્યથી શરીર નિર્મિત થાય છે. શરીર-રચના માતાના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થતાં જ શરૂ થાય છે. સૌથી પ્રથમ માતા દ્વારા લેવામાં આવેલા અને પેટમાં આવીને બીભત્સ - ગંદા થયેલા આહારનાં પુદ્ગલો ગ્રહણ કર્યા હતાં, એ પુદ્ગલો દ્વારા શરીર-રચના કરવાની શરૂઆત કરી હતી. આ રીતે શરીરનાં મૂળભૂત દ્રવ્યો ગંદાં અને બીભત્સ હતા. જુગુણિત પદાર્થો દ્વારા જ આ શરીરની રચના થઈ છે. સમજી લો કે આ શરીર ગંદા, બીભત્સ અને જુગુપ્સાભર્યા પદાર્થોનો એક કૂવો જ છે. જો તમે બુદ્ધિશાળી હશો તો આ શરીર ઉપર પ્રેમ નહીં કરી શકો.
પરંતુ આ શરીરમાં એક સાર- ઉપયોગી તત્ત્વ છે અને તે છે -મન, એ છે હદય. એ છે ચિત્ત. હવે મન ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. એને સ્વચ્છ કરતા રહો. એને નિર્મળ કરતા રહો. એની પવિત્રતા જાળવી રાખો. હૃદય-કમળને વિકસિત કરો અને એમાં પુનઃ પુનઃ પરમાત્માનું ધ્યાન કરતા રહો, વારંવાર ચિંતન કરતા રહો. હૃદયકમળમાં પરમાત્માનું ધ્યાન કરવાથી આત્મભાવ પવિત્ર-નિર્મળ બને છે.
તમે લોકોએ કમળનું ફૂલ જોયું છે? કમળ સરોવરમાં ઉત્પન્ન થાય છે. સરોવરની નીચે કાદવમાં જન્મે છે, પાણીમાં વિકસે છે અને કાદવ-પાણીથી ઉપર રહે છે. આ જ કમળપુષ્પની એક વિશેષતા છે. એ રીતે જ્ઞાની પુરુષ કહે છે - “મનુષ્યમુમુક્ષુએ જલકમલવતું જીવવું જોઈએ.”મનુષ્ય સંસારમાં જન્મે છે. સંસારમાં રહે છે, પરંતુ સંસારથી નિર્લેપ થઈને જીવવું જોઈએ. કમળનું પુષ્પ - કોમળ અને નિર્લેપ?
ઉપાધ્યાયજી કહે છે, “વિકસિત કમળ જેવા હૃદયમાં પરમાત્માનું ધ્યાન ધરો.” પછી હૃદયને કમળ જેવું નિર્લેપ અને કોમળ બનાવો, તે પછી એમાં પરમાત્માનું ધ્યાન થઈ શકશે. હૃદય દુર્વાસનાઓથી લિપ્ત ન હોવું જોઈએ અને તે કઠોર પણ ન હોવું જોઈએ.
જે હૃદયમાં પરમાત્માનું ધ્યાન કરવાનું છે, પરમવિશુદ્ધ આત્માનું ચિંતન કરવાનું છે અને જે હૃદયમાં પરમાત્માની સ્થાપના કરવાની છે, એ હૃદય કેટલું સ્વચ્છ, નિર્મળ, કોમળ અને નિર્લેપ હોવું જોઈએ? નિર્મળ હદયમાં કરેલું પરમાત્માનું ધ્યાનચિંતન આત્માને પરમાત્મા બનાવી શકે છે, એ નિર્વિવાદ વાત છે. આ વાત હું તમને
૭૪
| શાન્તસુધારસઃ ભાગ ૨)