________________
भावय रे वपुरिदमतिमलिनं, विनय ! विबोधय मानसनलिनम् । पावनमनुचिन्तय विभुमेकं, परममहोदयमुदित विवेकम् ॥ १॥ दम्पतिरेतोरुधिर विवर्ते, किं शुभमिह मलकश्मल गर्ने । भृशमपि पिहितं सवति विस्पं को बहुमनुतेऽवस्करकूपम् ॥ २ ॥ भजति सचन्द्रं शुचि ताम्बूलं, कर्तुं मुखमारुतमनुकूलम् । तिष्ठति सुरभि कियन्तं कालं, मुखमसुगन्धि जुगुप्सितलालम् ॥ ३ ॥ असुरभिगन्धवहोऽन्तरचारी आवरितुं शक्यो न विकारी । वपुस्पजिघ्रसि वारंवारं हसति बुधस्तव शौचाचारम् ॥ ४ ॥
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ ‘શાન્તસુધારસ' ગ્રંથમાં આશાવરી' રાગમાં અશુચિ ભાવના ગાઈ છે. આજે આપણે આ ભાવનાના ચાર પદ્યો ઉપર જ વિવેચન કરીશું, બાકીના ચાર ઉપર કાલે કરીશું. પહેલાં તો આ ચાર પદોના અર્થ બતાવી
દઉં.
૧. હે વિનય! આ શરીર ગંદુ છે, મલિન છે, એ વાત તું સાફ સાફ રીતે સમજી લે.
તારા મન-કમળને વિકસિત કર અને જે આત્મતત્ત્વરૂપ પરમાત્મા છે, જે કલ્યાણકારી છે. પ્રકૃષ્ટ વિવેકથી યુક્ત છે, તેનું તું ચિંતન કર. ૨. સ્ત્રીપુરુષના રજ-વીર્યથી નિર્મિત મળ અને ગંદકીના ઢગલાથી આ શરીરમાં સારું - શું હશે? હોઈ શકે? એને સારી રીતે આવૃત્ત કરવા છતાંય એમાંથી ગંદા પદાર્થો
ઝરવાના જ. આવા ગંદા દુર્ગંધભર્યા કૂવાને કયો બુદ્ધિમાન માણસ સારો કહેશે ? ૩. મુખમાંથી સુવાસ આવતી રહે એટલા માટે પાનમાં બરાસ વગેરે સુગંધયુક્ત
પદાર્થો નાખીને માણસ ખાય છે, પરંતુ આ મુખ જ દુર્ગંધભર્યા લાળ જેવાં તત્ત્વોથી લિપ્ત છે, પછી મુખમાં સુવાસભય શ્વાસ કેટલો સમય ટકી શકે ? ૪. શરીરમાં વ્યાપ્ત દુર્ગંધમય વાયુ દબાવવાથી દબાતો નથી, ઢાંકવાથી ઢંકાતો નથી; તો પણ તું આ શરીરને વારંવાર સૂંઘે છે, જીભથી ચાટે છે. આ રીતે શરીરને પવિત્ર બનાવવા, માનવાની વિચારણા કરી રહ્યો છે પ્રયત્નો કરી રહ્યો છે, એના પર બુદ્ધિમાન લોકો હસી રહ્યા છે. તારી મશ્કરી કરી રહ્યા છે. મનકમળમાં પરમાત્માનું ચિંતનઃ
જેવી રીતે માનવશરીરમાં ગંદકી ભરી છે એ જ શરીરમાં મન રહેલું છે. ગ્રંથકાર ઉપાધ્યાયજી ગંદકીની ઉપેક્ષા કરીને મન તરફ ધ્યાન આપવા પ્રેરણા આપે છે. જે મનની આજ સુધી ઉપેક્ષા કરી છે, એનો જે સદુપયોગ કરવો જોઈએ એ નથી કર્યો. [ અશુચિ ભાવના
૭૩ ]