________________
“મારા પ્રશ્નોનો સાચો ઉત્તર આપનારને જ હું ગુરુ માનીશ” - આવી વાત કરનારાઓ પોતાના જ પ્રશ્નોમાં ગૂંચવાઈ જાય છે. કારણ કે પોતાના જ પ્રશ્નો લઈને બુદ્ધિશાળી માણસ જે જે ગુરુઓની પાસે જાય છે, તે કહે છે: “જે હું કહીશ, તે જ સત્ય છે.” એક પ્રશ્નના અલગ અલગ ઉત્તરો મળે છે. બુદ્ધિ ગૂંચવાઈ જાય છે. તત્ત્વનો નિર્ણય થઈ શકતો નથી.
દુર્ભાગ્યને કારણે જો દંભી અને પાખંડી ગુરુમળી ગયા અને તે પોતાના સ્વાર્થની પૂર્તિને નજર સામે રાખીને તમારા પ્રશ્નોના ઉત્તર જે તમને પ્રિય હશે. પસંદ હશે.. એવો જ આપશે! આવા ગુરુઓ ખૂબ ચતુર હોય છે. પાખંડમાં પારંગત હોય છે. એ જાણી લે છે કે એમની પાસે આવનાર મનુષ્યની અભિરુચિ કેવી છે? અભિરુચિ જાણીને જ પ્રશ્નોના ઉત્તરો આપે છે. આવનાર મનુષ્ય સંતુષ્ટ થઈ જાય છે અને એ કુગુરુને સદ્ગુરુ માની લે છે અને એની સ્વાર્થપૂર્તિમાં એ નિમિત્ત બની જાય છે.
વિશેષ રૂપે મેં જોયું છે કે લોકો ક્રિયામાર્ગ પસંદ નથી કરતા, જેમને ધર્મક્રિયાઓ પ્રત્યે અરુચિ હોય છે, ત્યાગ અને તપની અભિરૂચિ નથી હોતી, એવા લોકો દંભી અને પાખંડી ગુરુઓના ચકકરમાં ફસાઈ જાય છે.
બીજી વાત, જે લોકો સુખશીલ હોય છે, આરામપ્રિય હોય છે, એવા લોકો દંભી અને પાખંડી ગુરુઓના ચક્કરમાં ફસાઈ જાય છે. દુનિયામાં - ભારતમાં એવા કેટલાક સંપ્રદાયો છે, પંથો છે, આશ્રમો છે, જ્યાં ધર્મના નામે રંગરાગ અને ભોગવિલાસ ચાલે છે. જ્યાં આત્મધર્મના નામે વિષયકષાયોને પુષ્ટ કરનારી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. ત્યાં મોક્ષમાર્ગની કોઈ આરાધના થતી નથી. કુગુરુઓનો વિશેષ ઉપદેશ:
એક વાત સ્પષ્ટ રીતે સાંભળી લો. મોક્ષમાર્ગ-જ્ઞાન ક્રિયાત્મક છે. જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષ | એકલું જ્ઞાન યા તો એકલી ક્રિયા મોક્ષમાર્ગ નથી. જ્ઞાનની ઉપેક્ષા કરીને ક્રિયા કરનારા મોક્ષમાર્ગ ઉપર નથી હોતા. વધારે પ્રમાણમાં કુગુરુઓ ધર્મક્રિયાઓનો નિષેધ કરે છે, પાપક્રિયાઓનો નિષેધ નથી કરતા, કારણ કે તમને લોકોને પાપક્રિયાઓ પસંદ હોય છે.
તે લોકો કહે છેઃ v પ્રતિક્રમણની ક્રિયા આવશ્યક નથી.
સામાયિકની ક્રિયા જરૂરી નથી. પરમાત્માના મંદિરમાં જવાની જરૂર નથી. | પૌષધદ્રત કરવું વ્યર્થ છે. [૧૨૨L કોડ
, શાન્તસુધારસઃ ભાગ ૨)