________________
પ્રવેશની વાત ઈન્દ્રને કરી. ઈન્દ્ર સેનાપતિને સીતાજીનું સાંનિધ્ય કરવાની આજ્ઞા આપી અને તેણે કેવળજ્ઞાનનો મહોત્સવ મનાવ્યો. આ બાજુ ખાડામાં અગ્નિ પ્રજ્વલિત થયો.
જેવાં સીતાજી આગમાં પડ્યાં કે તરત જ અગ્નિ હોલવાઈ ગયો! અને ત્યાં સ્વચ્છ જળનું સરોવર બન્યું. દેવેન્દ્રના સેનાપતિએ સીતાજીને લક્ષ્મીદેવીની જેમ જળ ઉપર કમળ રચીને એની ઉપર સિંહાસન રાખીને બેસાડી દીધાં. સરોવરનું પાણી સમુદ્રના તરંગોની જેમ ઊછળવા લાગ્યું. જ્યાં લોકો તમાશો જોવા બેઠાં હતાં ત્યાં પાણીના તરંગો પહોંચ્યા અને લોકો ડૂબવા લાગ્યાં. લોકો બૂમો પાડવા લાગ્યાંઃ “હે મહાસતી સીતા, અમારી રક્ષા કરો.... રક્ષા કરો.”
સીતાજીએ પાણી ઉપર પોતાના બે હાથ દબાવ્યા અને પાણી શાન્ત થઈ ગયું. સરોવરમાં હંસ તરવા લાગ્યા. ઉત્પલ, કુમુદ, પુંડરીક કમળો ખીલવા લાગ્યાં. ભ્રમરો ગુંજારવ કરવા લાગ્યા. નારદજી અને વિદ્યાધરો આકાશમાં નૃત્ય કરવા લાગ્યા, દેવોએ સીતાજી ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને ઘોષણા કરી કે “અહો, રામપત્ની સીતાનું કેવું યશસ્વી શીલ છે !'
શીલ ધર્મ છે. શીલધર્મના પ્રભાવે દેવોએ સાનિધ્ય કર્યું અને અગ્નિને પાણી બનાવી દીધું. આ બધો પ્રભાવ ધર્મનો જ છે. એટલા માટે ધર્મને જીવનમાં જીવવાનો - ઉતારવાનો પ્રયત્ન કરો.
આ રીતે ધર્મના પ્રભાવે વિશાળ સમુદ્ર સમતલ પૃથ્વી બની શકે છે અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. તો પછી બીજું શું જોઈએ? ધર્મથી સર્વ ઇચ્છાઓ પૂર્ણ થાય છે, તો પછી ધર્મને જ શરણે રહેવું જોઈએ. ઘર્મના પ્રભાવથી સમુદ્રમાં પૃથ્વીઃ
વાત પ્રાચીન છે. કૃષ્ણ અને પાંડવોના સમયની છે. ઘટના આવી છે - ઘાતકી ખંડમાં જે ભરતક્ષેત્ર છે ત્યાં પદ્મનાભ નામનો રાજા રાજ્ય કરતો હતો. અમરકંકા નગરીનો એ સ્વામી હતી, પરંતુ ચરિત્રહીન હતો. એણે નારદના મુખેથી દ્રૌપદીના સૌન્દર્યની પ્રશંસા સાંભળી. તેણે પોતાના મિત્ર દેવની આરાધના કરીને એ દેવ દ્વારા દ્રૌપદીનું અપહરણ કરાવ્યું હતું. નારદ દ્વારા જ કૃષ્ણ અને પાંડવોને ખબર પડી કે પદ્મનાભ રાજાએ દ્રૌપદીનું અપહરણ કર્યું છે.
શ્રીકૃષ્ણ ‘માગધ' નામના પૂર્વસાગરને કિનારે જઈને ‘સુસ્થિત’ નામના દેવની આરાધના કરી. દેવ પ્રસન્ન થયો. શ્રીકૃષ્ણે કહ્યું: ‘અમને સમુદ્રમાં માર્ગ આપો. અમારો રથ એ માર્ગેથી અમરકંકા જઈ શકે. રથમાં હું અને પાંચ પાંડવો જ હશે. અમે જઈને પદ્મનાભનું દમન કરીને દ્રૌપદીને લઈને પાછા ફરીશું.' ધર્મના પ્રભાવે ૨૮૬
શાન્ત સુધારસઃ ભાગ ૨)