________________
કર્મનિર્જરા, ક્રિયાનિવૃત્ત, યોગનિરોધ અને ભવપરંપરાનો અંત... મોક્ષપ્રાપ્તિ - સર્વ કલ્યાણોનું ભાજન વિનય છે. માષતુષ મુનિ:
માષતષ મુનિવરને બે પદ પણ યાદ રહેતાં ન હતાં. એમને કેવળજ્ઞાન મળી ગયું હતું, એ વાત તો તમે જાણો છો ને? શું હતું એમની પાસે? એકમાત્રવિનય! બારબાર વર્ષ સુધી ગુરુદેવે એને મારુષ, મા તુષ બે પદો ગોખાવ્યા હતાં. ભૂલ સુધારતા રહ્યા. એ મુનિ કદી પણ અકળામણનો શિકાર ન બન્યા, વારંવાર ભૂલ બતાવનાર ગુરુ પ્રત્યે કોઈ અરુચિ યા દ્વેષ નહીં. “મને યાદ નથી રહેતું, હું યાદ નહીં કરે. મને વારંવાર કહેવું નહીં” એવી સ્પષ્ટ વાત કરવાનો અવિનય પણ એ મહામુનિએ કર્યો ન હતો. ભલેને બે પદ યાદ ન રહ્યાં, પરંતુ સમગ્ર ગ્રંથોનો સાર ‘રાગ ન કરવો, દ્વેષ ન કરવો’ એ ભાવાત્મક જ્ઞાન એવું તો પ્રાપ્ત કરી લીધું હતું કે એમણે કદીય દ્વેષ ન કર્યો, કદીય રાગ ન કર્યો. પાપોથી એ નિવૃત્ત બની ગયા. આસવ-દ્વારોને તેમણે બંધ કરી દીધાં. તપ શક્તિ પ્રકટ થઈ. કર્મોની વિપુલ નિર્જરા કરવા લાગ્યા. ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. આ શ્રેષ્ઠ કલ્યાણની પ્રાપ્તિનું મૂળ હતું વિનયમાં. અવિનીતનું પતન?
વિનયરહિત, બહુમાનરહિત જીવાત્મા મોક્ષમાર્ગપ્રદર્શક આચાર્યની અવગણના કરે છે. ચૌદ પૂર્વધર મહર્ષિ અને એવા બહુશ્રુત પુરુષોનું અપમાન કરે છે. મોક્ષમાર્ગની આરાધનામાં નિરંતર યત્નશીલ સાધુ પુરુષોનું અપમાન કરે છે. ન તો એ મહાત્માઓના ચરણોમાં વંદના કરે છે, ન તેમનું સ્વાગત કરે છે. એમની સેવાભક્તિ કરતો નથી. ઉત્તમ પુરુષોની અવગણના અને અવહેલના કરવી માનો એનો સ્વભાવ બની ગયો છે. એવા ઉન્મત્ત, મિથ્યાભિમાની, અવિનીત પુરષોનું દુર્ગતિમાં પતન થતું હોય છે. ઉત્તરાધ્યયન સૂત્ર - પ્રથમ અધ્યયન વિનયનુંઃ
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પોતાની અંતિમ દેશનામાં પ્રથમ વાત વિનયની કહી છે. વાચક રામ વિજયજી નામના કવિએ વિનય-અધ્યયનની વાત એક કાવ્યમાં બતાવી છે. ખૂબ સુંદર અને સરળ કાવ્ય છે.
ગુરૂઆશા નિત્ય ઘારવી રે, પાલવ ગુરુની શીખ નિજ છંદે નવિ વર્તવુંરે તો હોય સકલી દીક્ષરે
પ્રાણી, વિનય ધરા ગુણ અંગ ૧ ૨૩૬
શાન્તસુધારસઃ ભાગ ૨