________________
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
પરઘર જોતાં રે ધર્મ તમે કરો, નિજઘર ન લો રે ધર્મ જેમ નવિ જાણે રે મૃગ કસ્તુરિયો મૃગમદ પરિમલ મર્મ
શ્રી સીમંધર સાહેબ સાંભલો.. કહે છે કસ્તુરી મૃગની નાભિમાં કસ્તુરી હોય છે. મૃગને એની ગંધ આવે છે, ગમે છે, પરંતુ એ નથી જાણતો કે આ ગંધ મારી અંદરથી જ આવે છે ! એ તો સુગંધી શોધવા દશે દિશામાં ભટકતો હોય છે, પણ એને સુગંધ નથી મળતી. છે પોતાની અંદર જ અને શોધે છે બહાર ! છે પોતાના જ ઘરમાં અને શોધે છે બહારના ઘરમાં !
જેમ તે ભૂલો રે મૃગ દશ દિશિ ફરે, લેવા મૃગમદ ગંધ, તેમ જગ કેરે બાહિર ધર્મન, મિથ્યાવૃષ્ટિ રે અંધ...
શ્રી સીમંધર સાહેબ સાંભલો... જેમ સર્વ મૃગોમાં કસ્તુરી મૃગ શ્રેષ્ઠ હોય છે તેમ સમગ્ર સૃષ્ટિમાં મનુષ્ય પ્રાણી શ્રેષ્ઠ છે. પરંતુ તે પરઘરમાં, પરપરિણતિમાં ધર્મને શોધે છે! જે પરઘરમાં રહે છે અને પરઘરમાં જ 'ધર્મ' શોધે છે તે મિથ્યાવૃષ્ટિ' કહેવાય છે. જે નિજઘરને પોતાના ઘરને જુએ છે, પોતાના ઘરમાં આવે છે, તે હોય છે સમ્યવૃષ્ટિ.
આત્મપરિણતિ આપણું ઘર છે, પરપરિણતિ પારકું ઘર છે. ચાર આકર્ષણ પરપરિણતિનાં:
શા માટે જીવાત્મા પરાયા ઘરમાં રહે છે ? પોતાના ઘરમાં શા માટે નથી રહેતો? કોઈક કારણ તો હોવું જોઈએ ને? પારકા ઘરનાં ચાર આકર્ષણો છે - શરીર, ધન, સ્વજન અને પરિવાર-પરિજન. આ ચારનું આકર્ષણ તીવ્ર છે જીવને. આ ચારે વાતોને જીવ સર્વસ્વ માને છે. આ ચાર વાતો સિવાય એને બીજું કશું દેખાતું નથી.
મુંબઈમાં અમારું ચાતુમસ હતું. એક ૪૦-૪૫ વર્ષની સંપન્ન વ્યક્તિએ વાતવાતમાં પૂછ્યું- “મહારાજશ્રી, હું મંદિરમાં જાઉં છું તો પણ મારા મનમાં શાન્તિ નથી, આવું કેમ?”
મેં પૂછ્યું: “મંદિરમાં શા માટે જાઓ છો ? અને ત્યાં શું શું જુઓ છો ? ત્યાં શું દેખાય છે?” તેણે સાચા મનથી કહ્યું: “મહારાજશ્રી ! સાચી વાત કહું છું કે સંસારના પ્રશ્નો ઉકેલવાની ભાવનાથી જ મંદિરમાં જાઉં છું. અમે તો સંસારી છીએ. વિવિધ સમસ્યાઓમાં ફસાવું પડે છે. કોઈ વાર આર્થિક સમસ્યા, તો કોઈ વાર પારિવારિક સમસ્યા, સામાજિક સમસ્યા, શારીરિક સમસ્યા.. મનમાં શ્રદ્ધા છે કે પરમાત્માનાં
અન્ય ભાવના
( ૨૭]