________________
દર્શનથી, પરમાત્માના પૂજનથી, એના નામસ્મરણથી અને ધ્યાનથી સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે.”
મેં કહ્યું કે તમે તમારા મનમાં પરમાત્માને લઈને મંદિરમાં નથી જતા. તમારા મનમાં ધન, સ્વજન, પરિવાર, સમાજ અને શરીરને લઈને જાઓ છો ! તમારો પ્રેમ એ બધી બાબતો સાથે છે; પણ પરમાત્મા સાથે નહીં. પરમાત્માને તો તમે સ્વાર્થસિદ્ધિનું સાધન જ માનો છો. તમને શાન્તિ નહીં મળે ! ચિત્તસ્થિરતા નહીં મળે. બીજી વાત, મંદિરમાં પરમાત્માની મૂર્તિ જ જુઓ છો ને?
એ ભાઈ બોલ્યાઃ “ના જી, સુંદર સ્ત્રીઓ તરફ પણ દ્રષ્ટિ જાય છે. બીજાંનો સુંદર વસ્ત્રો અને અલંકારો પણ જોઉં છું. આવી ભૂલો ઘણી વાર થાય છે.”
મેં કહ્યું : તો પછી શાન્તિ નહીં મળે. જ્યાં સુધી આત્મા અને પરમાત્માનું ભાવાત્મક મિલન નહીં થાય ત્યાં સુધી શાન્તિ, સમતા, સમાધિ અને પ્રસન્નતાની આશા જ ન રાખતા. મંદિરમાં જવા માત્રથી જ, ઉપાશ્રયમાં જવાથી, તીર્થસ્થાનોમાં પરિભ્રમણ કરવાથી અને બાહ્ય ધર્મક્રિયાઓ કરવા માત્રથી શાન્તિ, સમતા-સમાધિ નહીં જ મળે. મૃત્યુ પછી ક્યાં જવું છે?
ગ્રંથકાર ઉપાધ્યાયજી પૂછે છે: “શરીર ધન, સ્વજન, સમાજ આ બધામાંથી તને દુર્ગતિમાં જતાં કોણ બચાવી શકશે?”
આ પ્રશ્ન ઉપર કદી ગંભીરતાથી વિચાર કર્યો છે ખરો? વિચારવું જરૂરી છે, કારણ કે મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પછી જીવનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. ત્યારે “મારો જન્મ કઈ ગતિમાં થશે?" આ પ્રશ્ન આપણા મનમાં ઊવો જ જોઈએ. જેવી રીતે મૃત્યુ નકકી છે. પુનર્જન્મ નિશ્ચિત છે. એ રીતે શરીર, ધન, સ્વજન, પરિજનોનું મમત્વ દુર્ગતિમાં લઈ જનાર છે એ વાત પણ નિશ્ચિત છે.
આ મમત્વ, આ આસક્તિ જીવને તિર્યંચગતિમાં અથવા નરકગતિમાં લઈ જઈ શકે છે. એટલા માટે પરલોકવૃષ્ટિ” ખુલવી જરૂરી છે.
જ્ઞાની પુરુષ પરઘરમાંથી નિજઘરમાં આવવાનો ઉપદેશ આ દ્રષ્ટિએ આપે છે. તેઓ નથી ઈચ્છતા કે આપણે શારીરિક મમત્વને કારણે દુર્ગતિમાં ચાલ્યા જઈએ અને તેનાં દુઃખો સહન કરીએ. તેમનાં પૂર્ણજ્ઞાનમાં એમણે જોયું છે કે શરીરાદિ મમત્વ લઈને જેઓ મય છે તે બધાં દુર્ગતિમાં ગયાં છે, જાય છે અને જશે.
આ અપેક્ષાથી પ્રતિદિન પરલોકનું ચિંતન કરવાનું છે. “હું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો છું. એટલે કે આ મનુષ્યગતિમાં આવ્યો છું તો કઈ ગતિમાંથી આવ્યો
[ ૨૮
શાન્તસુધારસ ભાગ ૨)