________________
છું અને ક્યાં જઈશ? - મૃત્યુ બાદ કઈ ગતિમાં જઈશ? આ જીવનમાં હું શું કરી રહ્યો છું?” આ પ્રશ્નો આપણી જાતને પૂછવાના છે. તમે પૂછો છો ખરા? ક્યાંથી પૂછશો?તમે તો શરીર, ધન, સ્વજન અને સમાજના મમત્વમાં એટલા બંધાયેલા છો. કે આત્માનો વિચાર જ તમને આવતો નથી ! પરલોકનું તમે વિચારતા જ નથી !
પહેલાં પણ મેં તમને કહ્યું છે કે જીવનયાત્રામાં શરીર, ધન, સ્વજન અને સમાજની ઉપયોગિતા છે. રાગ-દ્વેષ કર્યા વગર એનો ઉપયોગ કરી લેવાનો છે. વિશેષ રૂપે આત્મહિતના માટે ઉપયોગ કરી લેવાનો છે. એમની ઉપર મમત્વ રાખવાનું નથી, આસક્તિ રાખવાની નથી. જેમ શરીર બીમાર પડે ત્યારે સ્વાથ્ય માટે દવાનો ઉપયોગ કરી લો છો ને? એ જ રીતે. શરીર પ્રત્યેનો અભિગમ :
અજ્ઞાની મનુષ્ય વિચારે છે, માને છે કે “શરીર એ જ હું છું. મન એટલા માટે અતિમોહથી. અતિરાગથી બચવાનું છે - સંભાળવાનું છે. તે સમજે છે કે દુનિયાનાં તમામ વૈષયિક સુખ શરીરથી - ઈન્દ્રિયથી જ ભોગવી શકાય છે. એ સુખ ભોગવતો રહે છે. જે સુખ એને મળ્યાં છે તે સુખ ભોગવતો જાય છે - તે પણ અતિમોહને કારણે, અતિ આસક્તિને કારણે તે ભોગવવાનાં પરિણામોનો વિચાર નથી કરી શકતો - ભોગોનું પરિણામ રોગ છે' - એ સત્ય એ નથી જાણતો, નથી સ્વીકારતો. “શરીર વૈષયિક સુખ ભોગવવાનું સાધન છે” એવું માનીને તે પાંચેય ઈન્દ્રિયોથી ભોગ ભોગવે છે. પરિણામ સ્વરૂપ શરીર શિથિલ બની જાય છે, રોગગ્રસ્ત અને શક્તિહીન બની જાય છે.
શરીર જ હું છું - શરીર અને આત્માને એક માનવાં તે મિથ્યાત્વ છે – અજ્ઞાન છે અને આ અજ્ઞાન અને મિથ્યાત્વ તીવ્ર રાગ કરાવે છે. શરીર પ્રત્યેનો રાગ એ સર્વ અનર્થોનું મૂળ છે. જ્યાં સુધી શરીર પ્રત્યે રાગ રહેશે, ત્યાં સુધી ઈન્દ્રિય-વિષયો પ્રત્યે પણ રાગ રહેશે, રાગ હશે તો બ્રેષ-વૃણા થશે, ઝઘડા થશે, યુદ્ધ થશે. બધાં અનર્થો ઉદ્ભવશે. શરીરથી હું ભિન્ન છું...ભેદજ્ઞાનઃ
અનર્થોથી બચવું હોય, દુઃખોથી બચવું હોય, તો શરીર પ્રત્યેનો અભિગમ બદલવો પડશે. મોડ૬ શરીરાત - હું શરીરથી જુદો છું.’ આ જ્ઞાની પુરુષનો અભિગમ છે. “હું શરીર નથી, આત્મા છું.” - શરીર જડ છે, શરીર વિનાશી છે, હું ચેતન છું, હું અવિનાશી છું - આ અભિગમને ભેદજ્ઞાન કહે છે. આ જ્ઞાન થતાં શરીર પ્રત્યેની દ્રષ્ટિ બદલાઈ જાય છે.
અન્યત્વ ભાવના
૨૯ |