________________
ભગવાન મહાવીરે કહ્યું -
शरीरमाहु नावोत्ति, जीवो वुच्चइ नाविओ ।
संसारो अण्णओ वुत्तो, जं तरंति महेसिणो ॥ શરીર નૌકા છે, જીવ નાવિક છે. સંસાર સમુદ્ર છે. જ્યાં સુધી સંસારસમુદ્રને કિનારે પહોંચી જઈએ નહીં ત્યાં સુધી નૌકાને છોડી શકાતી નથી. આ અપેક્ષાએ શરીરને આપણું માનવું એ ખોટું નથી.
આ સત્યને આપણે ગંભીરતાથી સમજીએ. જ્ઞાની પુરુષ કહે છે, “આ શરીર મારું છે. એ વ્યવહારદ્રષ્ટિએ સત્ય છે. “આ શરીર મારનથી.” એ નિશ્ચયદ્રષ્ટિથી સત્ય છે. જ્ઞાની પુરુષોની બંને દ્રષ્ટિએ સત્ય છે. શરીર મારું છે. આ ધારણા ઉપયોગી છે. શરીર વગર કોઈ કામ ચાલતું નથી. શરીરને આપણું માનવું એ એક ઉપયોગિતા છે. એટલા માટે એને ભવસાગર તરવા માટેની નૌકા કહી..
પરંતુ અજ્ઞાની મનુષ્ય શરીરને પોતાનું માનીને કેટલાં દુઃખ પેદા કરે છે? તે શરીર માટે શું શું નથી કરતો ? હિંસા કરે છે, જૂઠું બોલે છે, પરિગ્રહ પણ કરે છે. શરીરને કારણે બીજાંને પણ દુઃખ આપે છે. શરીરમાં રોગ પેદા કરે છે. શરીરમાં જંઘડપણ આવે છે અને મૃત્યુ પણ શરીરની સાથે જોડાયેલું છે.
આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીના શરીર પ્રત્યેના ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણ હોય છે. શરીર મારું છે. આ એક સ્થળ સત્ય છે. સૂક્ષ્મ સત્ય છે - આ સ્થૂળ ધારણાને તોડી નાખવી જરૂરી છે.
અન્યત્વ ભાવનાના ચિંતનથી અનુભવ કરવાનો છે કે “હું શરીર નથી, શરીરથી જુદો ચૈતન્ય આત્મા છું. હું જ્ઞાનસ્વરૂપ છું, દર્શનસ્વરૂપ છું. વીતરાગતા મારું સ્વરૂપ છે. હું અનામી-અરૂપી છું.”
જ્યાં સુધી અન્યત્વ ભાવનાથી નિશ્ચયની ચેતના જાગ્રત નહીં થાય ત્યાં સુધી શરીરની મૂચ્છનહીં તૂટે, ધર્મની ચેતના નહીં જાગે. આત્મામાં - નિજઘરમાં જવાની પહેલાં શરીરની મૂચ્છ તોડવી પડે છે. જેનદર્શનમાં આને “ભેદવિજ્ઞાન' કહે છે. વેદાન્ત દર્શનમાં દેહાધ્યાસથી મુક્તિ' કહી છે- દેહને જ આત્મા માનવો દેહાધ્યાસ' કહેવાય છે.
શરીરની મૂચ્છ તોડો, દેહાધ્યાસ છોડો અને ચેતન, આપણા ઘેર ચાલો. નિજ ભવનમાં ચાલો. તમારું ઘર છે - તમારો આત્મા. ત્યાં પહોંચ્યા પછી પાછા પરઘરમાં જવાનું બનતું નથી. વિશ્વાસ કરો, તમારા પોતાના ઘરમાં પરમ આનંદ છે, તમારું ઘર શાશ્વત્ છે, સુંદર છે. સદૈવ નવું છે.
[ ૩૦
શાન્ત સુધારસઃ ભાગ ૨