________________
विनय निभालय निजभवनम्, તનુ-ધન-સુત-સહન સ્વપ્નનાતિપુ, किं निजमिह कुगतेरवनम् ॥ १ ॥ विनय. येन सहाश्रयसेऽतिविमोहा - दिदमहमित्यविभेदम्ं । तदपिशरीरं नियतमधीरं, त्यजति भवन्तं धृतखेदम् ॥ २ ॥ जन्मनि जन्मनि - विविध परिग्रह-मुपचिनुषे च कुटुम्बम् । तेषुभवन्तं परभवगमने, नानुसरति कृशमपि शुम्बम् ॥ ३ ॥ त्यज ममतापरितापनिदानं, परपरिचयपरिणामम् ।
भजनिःसङ्गतया विशदीकृत-मनुभवसुखरसमभिरामम् ॥ ४ ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજ્યજી ‘શાન્તસુધારસ’ ગ્રંથમાં પાંચમી ‘અન્યત્વ ભાવના’ ‘શ્રી’ રાગમાં ગાય છે અને કહે છે -
૧. ઓ વિનય, સ્વયં તારા ઘરની સારી રીતે સંભાળ રાખ. શરીર, ધન, સ્વજન, પરિવાર - આ બધાંમાંથી કોણ તને દુર્ગતિમાં જતાં બચાવી શકશે ? આમાંથી સાચા અર્થમાં તારું કોઈ છે ?
૨. જેને તું પોતાનું સમજીને ધારણ કરે છે એ શરીર પણ અતિચંચળ છે. તને એ ખિન્ન બનાવીને, શિથિલ અને પરાસ્ત કરી દેશે.
૩. હર જન્મમાં વિવિધ પ્રકારના પરિગ્રહ તું એકત્ર કરે છે. કુટુંબકબીલા રચે છે અને જ્યારે પરલોકની યાત્રાએ ચાલવાનો વખત થાય છે ત્યારે બધું જ અહીં પડ્યું રહે છે. એક નાનકડો ભાગ પણ તારી સાથે આવતો નથી.
૪. આસક્તિ અને આવેશને વધારનારા મમત્વને છોડી દે. એને માટે પરાઈ વસ્તુના સંપર્કને ત્યજી દે. તેનાથી દૂર રહે. નિઃસંગ અને નિરાકાંક્ષ થઈને અનુભવ રસના સુખને પ્રાપ્ત કર.
નિજ ઘર ઃ
ઉપાધ્યાયજી પોતાના ઘરને સંભાળવાની પ્રેરણા આપે છે. એટલે કે સ્વયં પ્રત્યે જોવા કહે છે. “હું શાશ્વત્ આત્મા છું, જ્ઞાનદર્શનમય છું, ચેતનામય છું.” “ો મે સાક્ષઓ અપ્પા, નાળવંસળવાળો "
જ્ઞાનદર્શનમય શાશ્વત્ આત્મા સ્વયંનું ઘર છે, અનાત્મભાવ પરઘર છે. અનાદિકાળથી જીવ પરઘરને જ જોતો રહ્યો છે. પરઘર જ એને પસંદ આવ્યું છે. પોતાના - નિજ ઘરને ભૂલી જ ગયો છે. શ્રી સીમંધર સ્વામીની સ્તવના કરતાં શાન્તસુધારસ : ભાગ ૨
૨૬